કોટક બેંકના MD અને CEO બન્યા અનુપ કુમાર:1 જાન્યુઆરી 2027થી પદભાર સંભાળશે, ત્રણ વર્ષનો કાર્યકાળ રહેશે

Last Updated: October 1, 2026By

કોટક મહિન્દ્રા બેંકે ગુરુવારે અનૂપ કુમાર સાહાની નવા મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે નિમણૂક કરી. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. સાહા 1 જાન્યુઆરી 2027થી આ પદ સંભાળશે. તેઓ હાલમાં બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. સાહા પાસે 32 વર્ષથી વધુનો અનુભવ છે. તેમાં બેંકિંગ અને નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓમાં 25 વર્ષનો અનુભવ સામેલ છે. કોટક મહિન્દ્રા બેંકમાં ભૂમિકા અનૂપ કુમાર સાહા જાન્યુઆરી 2026માં કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયા હતા. માર્ચ 2026થી ડિરેક્ટરની ભૂમિકામાં તેઓ બેંકના સમગ્ર રિટેલ બેંકિંગ, સરકારી વ્યવસાય, ડેટા એનાલિટિક્સ અને માર્કેટિંગનું કામ સંભાળી રહ્યા હતા. બજાજ ફાઇનાન્સમાં અનેક મહત્વપૂર્ણ પદો પર રહ્યા સાહાએ 2017થી જાન્યુઆરી 2026 સુધી બજાજ ફાઇનાન્સ લિમિટેડ સાથે કામ કર્યું. તેમણે ત્યાં પ્રેસિડેન્ટ-કન્ઝ્યુમર ફાઇનાન્સ તરીકે શરૂઆત કરી. ત્યારબાદ તેઓ ડેપ્યુટી CEO-કન્ઝ્યુમર, MSME, માર્કેટિંગ, ઓપરેશન્સ એન્ડ સર્વિસ અને ડિજિટલ પ્લેટફોર્મના પદો પર રહ્યા. તેઓ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદે પણ રહ્યા હતા. ત્યારબાદ એપ્રિલ 2025થી જુલાઈ 2025 સુધી તેમણે બજાજ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે કામ કર્યું હતું. જુલાઈ 2025માં તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Leave A Comment