કોન્ડોમ 50% સુધી મોંઘા થઈ શકે છે:ઈરાન યુદ્ધના કારણે રો-મટીરિયલનો પુરવઠો અટક્યો; તેલ-ગેસ પછી એમોનિયા અને સિલિકોન ઓઇલની અછત
દેશમાં કોન્ડોમની કિંમત 50% સુધી વધી શકે છે, કારણ કે અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. આનાથી તેલ અને ગેસ પછી હવે કોન્ડોમ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચા માલની અછત સર્જાઈ છે. મિન્ટના રિપોર્ટ અનુસાર, કોન્ડોમ બનાવતી અગ્રણી કંપનીઓ જેવી કે HLL લાઇફકેર, મેનકાઇન્ડ ફાર્મા અને ક્યુપિડ લિમિટેડને એમોનિયા અને સિલિકોન ઓઇલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટમાં ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ દાવો કર્યો કે ઇનપુટ કોસ્ટ વધવાથી બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે અને કિંમતો 40 થી 50% સુધી વધી શકે છે. એમોનિયા માટે ભારત 86% આયાત પર નિર્ભર છે ભારતનું કોન્ડોમ બજાર આશરે 1.7 બિલિયન ડોલર (લગભગ 14 હજાર કરોડ રૂપિયા)નું છે. કોન્ડોમના નિર્માણ માટે જરૂરી ‘એનહાઈડ્રસ એમોનિયા’ માટે ભારત 86% આયાત પર નિર્ભર છે, જે મુખ્યત્વે સાઉદી અરબ, કતાર અને ઓમાન જેવા ખાડી દેશોમાંથી આવે છે. હોર્મુઝ રૂટમાં યુદ્ધને કારણે જહાજોની અવરજવર પ્રભાવિત થતાં સપ્લાય ઠપ થઈ ગઈ છે. એમોનિયાનો ઉપયોગ લેટેક્સ (રબર)ને જામી જવાથી બચાવવા અને તેને સુરક્ષિત રાખવા માટે થાય છે. તેના વિના કોન્ડોમ બનાવતી મશીનોમાં કાચા માલનો ઉપયોગ થઈ શકતો નથી. સિલિકોન ઓઇલ અને પેકેજિંગ મટિરિયલ પણ મોંઘા કન્ડોમ બનાવવા માટે લુબ્રિકન્ટ તરીકે ઉપયોગમાં લેવાતા સિલિકોન ઓઇલની કિંમતો વધી છે. તે મુખ્યત્વે ચીનથી આવે છે, પરંતુ તેની સપ્લાય ચેઇન રિફાઇનરી પ્રક્રિયા અને ગ્લોબલ લોજિસ્ટિક્સ સાથે જોડાયેલી છે. મિન્ટ અનુસાર, એક અગ્રણી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું કે કાચા માલની સાથે PVC ફોઇલ, એલ્યુમિનિયમ ફોઇલ અને અન્ય રસાયણોની કિંમતો પણ અસ્થિર છે. ગ્લોબલ સપ્લાયર્સ પાસેથી માલ ન મળવાને કારણે પ્રોડક્શન અને ઓર્ડર્સ પૂરા કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ગરીબ વર્ગ અને ફેમિલી પ્લાનિંગ મિશન પર અસર પડશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ અધ્યક્ષ રાજીવ જયદેવન અનુસાર, કોન્ડોમની કિંમતોમાં સામાન્ય વધારો પણ સમાજના આર્થિક રીતે નબળા વર્ગને અસર કરે છે. જો કિંમતો વધે છે, તો ગર્ભનિરોધકોનો ઉપયોગ ઓછો થઈ શકે છે. તેની સીધી અસર અનિચ્છનીય ગર્ભ, માતૃ મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર પર પડશે. સાથે જ, જાતીય સંક્રમિત રોગો (STIs) ના કેસો પણ વધી શકે છે. ભારત સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં આધુનિક ગર્ભનિરોધક પદ્ધતિઓની માંગને 75% સુધી પૂરી કરવાનું છે, પરંતુ આ અછતથી નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામના લક્ષ્યોને ફટકો પડી શકે છે. રો-મટિરિયલનો સ્ટોક કરી રહી છે કંપનીઓ આ સંકટ અંગે જ્યારે મેનફોર્સ બનાવતી કંપની મેનકાઇન્ડ ફાર્મા, ડ્યુરેક્સ બનાવતી રેકિટ બેન્કિઝર અને કામસૂત્ર બ્રાન્ડની માલિક ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે હાલ પૂરતી કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. જોકે, ઇન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે યુદ્ધ લાંબું ખેંચાવાના ડરથી ઘણા મોટા સપ્લાયર્સ અને મેન્યુફેક્ચરર્સે કાચા માલનો સ્ટોક જમા કરવાનું શરૂ કરી દીધું છે. આ ‘હોલ્ડિંગ’ને કારણે બજારમાં ઇનપુટ કોસ્ટ વધુ વધી ગઈ છે. આવનારા દિવસોમાં જો સરકારે દખલ નહીં કરી, તો બજારમાંથી કોન્ડોમના કેટલાક બ્રાન્ડ્સ ગાયબ પણ થઈ શકે છે. દિલ્હીમાં ડ્રાય ફ્રુટ્સ 50% અને પેરાસિટામોલ 47% મોંઘા અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દિલ્હીના બજારોમાં ડ્રાય ફ્રુટ્સ 50% સુધી મોંઘા થઈ ગયા છે. પેરાસિટામોલના કાચા માલની કિંમત પણ 47% સુધી વધી ગઈ છે. જ્યારે, એમેઝોન જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર રેડી-ટુ-ઈટ મીલ અને પેક્ડ ફૂડની ડિમાન્ડમાં 15% થી વધુનો વધારો થયો છે. ડ્રાય ફ્રુટ્સ મોંઘા: બદામ, પિસ્તા અને ખજૂરનો પુરવઠો અટક્યો એશિયાના સૌથી મોટા જથ્થાબંધ બજાર ખારી બાવલીમાં ડ્રાય ફ્રુટ્સ અને જડીબુટ્ટીઓની કિંમતોમાં 20% થી 50% સુધીનો ઉછાળો આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે કાજુ સિવાય મોટાભાગના ડ્રાય ફ્રુટ્સ મિડલ-ઈસ્ટમાંથી આવે છે, જેનો પુરવઠો હાલમાં બંધ છે. કિંમતોનું ગણિત: ઈરાનથી આવતા પિસ્તા, આલુબુખારા, અંજીર અને મમરા બદામના ભાવ 30-40% વધ્યા છે. તહેવારો પર અસર: બજારમાં ખજૂરની માગ વધી ગઈ છે, પરંતુ સ્ટોક મર્યાદિત હોવાથી કિંમતો વધી રહી છે. દવાઓ પણ મોંઘી: ખારી બાવલીના વેપારીઓ અનુસાર, દવાઓમાં વપરાતી જડીબુટ્ટીઓનો પુરવઠો પણ અટકી ગયો છે. જ્યારે, પેરાસિટામોલના કાચા માલની કિંમત 47% સુધી વધી ગઈ છે. બદલાયેલો ટ્રેન્ડ: રેડી-ટુ-ઈટ અને પેકેટ બંધ ખોરાકની માગ 15% વધી ઘરોમાં રસોઈ ગેસની અછતને કારણે લોકો હવે એવો ખોરાક પસંદ કરી રહ્યા છે, જેને રાંધવામાં ઓછો સમય લાગે અથવા જે તરત ખાઈ શકાય. ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઈન્ડિયા પર ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પેકેટ બંધ ભોજન અને સ્નેક્સ જેવા રેડી-ટુ-ઈટ અથવા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડની માગ 15% થી વધુ થઈ ગઈ છે. નાના શહેરોમાં પણ માગ: આ ટ્રેન્ડ માત્ર દિલ્હી-મુંબઈ જેવા મેટ્રો શહેરો પૂરતો સીમિત નથી, પરંતુ સોનીપત અને પણજી જેવા ટિયર-2 શહેરોમાં પણ લોકો રેડી-ટુ-ઈટ ફૂડ ઓર્ડર કરી રહ્યા છે. ક્વિક કોમર્સ: એમેઝોન નાઉ (Amazon Now) જેવા પ્લેટફોર્મ પર રેડી-ટુ-ઈટ ફૂડનું વેચાણ મહિના-દર-મહિને 20% વધ્યું છે. સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ પર ખતરો: દિલ્હીના લગભગ 50,000 સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓમાંથી 20-30% વિક્રેતાઓ ગેસની અછત અને વધતા ખર્ચને કારણે બંધ થવાના આરે છે. શા માટે આવી પરિસ્થિતિઓ સર્જાઈ? ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરી 2026 ના રોજ હુમલો કર્યો હતો. બંને દેશોએ મળીને ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ, મિસાઈલ સાઈટ્સ, પરમાણુ સુવિધાઓ અને નેતૃત્વ પર સેંકડો હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયા. અમેરિકાએ તેને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપ્યું. આ યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ અને પુરવઠો ખોરવાયો. અહીંથી ભારતનું 80-85% LPG આયાત થાય છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો LPG આયાતકાર છે અને 60% થી વધુ LPG બહારથી આવે છે. આના કારણે ભારતમાં LPG ની અછત જેવી સ્થિતિ સર્જાઈ, પરંતુ ભારત સરકારે સતત લોકોને અફવાઓથી બચવા અપીલ કરી. સરકારે કહ્યું કે દેશમાં LPG અને તેલની કોઈ કમી નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

