કોમનવેલ્થ ગેમ્સ પછી પાકિસ્તાની બોક્સર ટીમ હોટલમાંથી ગુમ:પાસપોર્ટ ટીમ મેનેજર પાસે છે, ફેડરેશન પર ફરી સવાલો ઉઠ્યા
ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ પૂરી થયા બાદ પાકિસ્તાનના બોક્સર કુદરતુલ્લાહ ટીમ હોટલમાંથી ગાયબ થઈ ગયો છે. આ ઘટના બાદ પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશન (PBF) ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગયું છે. ન્યૂઝ એજન્સી PTIએ પાકિસ્તાન ઓલિમ્પિક એસોસિએશન (POA)ના સૂત્રને ટાંકીને મંગળવારે જણાવ્યું કે કુદરતુલ્લાહ પોતાની વેઈટ કેટેગરીમાં મુકાબલો રમ્યા બાદ હોટલમાંથી ગાયબ થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે બોક્સરનો પાસપોર્ટ ટીમ મેનેજર પાસે હતો, તેમ છતાં તે ત્યાંથી નીકળવામાં સફળ રહ્યો. કેવી રીતે ગુમ થયો પાકિસ્તાની બોક્સર પહેલા પણ ગુમ થઈ ચૂક્યા છે પાકિસ્તાની ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓના વિદેશમાં ગુમ થવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ લગભગ દરેક મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ દરમિયાન પાકિસ્તાની બોક્સરો વિદેશમાં ગુમ થયા હોવાના અહેવાલો સામે આવતા રહ્યા છે. પાકિસ્તાન માત્ર એક મેડલ જ જીતી શક્યું છે ગ્લાસગોથી પાકિસ્તાનનો 36 સભ્યોનો દળ સ્વદેશ પાછો ફર્યો છે. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાનને માત્ર એક બ્રોન્ઝ મેડલ મળ્યો, જેને મહિલા બોક્સર ફાતિમા ઝેહરાએ જીત્યો. પાકિસ્તાન મેડલ ટેલીમાં 31મા સ્થાને રહ્યું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

