કોહલી એક અઠવાડિયામાં વન-ડે રેન્કિંગમાં નંબર-1 પરથી હટ્યો:ડેરીલ મિચેલે પાછળ છોડ્યો, ટૉપ-10માં 4 ભારતીય બેટર્સ

Last Updated: January 21, 2026By

વિરાટ કોહલીને એક જ અઠવાડિયામાં વન-ડે બેટિંગ રેન્કિંગમાં નંબર-1નો તાજ ગુમાવવો પડ્યો છે. બુધવારે જાહેર થયેલી ICCની લેટેસ્ટ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના ડેરીલ મિચેલે તેમને પાછળ છોડીને ટોચનું સ્થાન હાંસલ કરી લીધું. ભારત સામેની તાજેતરની સિરીઝમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો મિચેલને મળ્યો, જ્યારે કોહલી હવે બીજા સ્થાને સરકી ગયો છે. મિચેલે આ સ્થાન 845 રેન્કિંગ પોઈન્ટ્સ સાથે હાંસલ કર્યું છે, જ્યારે કોહલી પાસે 795 પોઈન્ટ્સ છે. રોહિત ચોથા અને ગિલ પાંચમા નંબર પર
મિચેલે તાજેતરમાં ભારત સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 352 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે સદી અને એક અડધી સદી પણ ફટકારી હતી. કોહલી હવે બીજા સ્થાને છે. જ્યારે અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝાદરાન ત્રીજા અને ભારતના રોહિત શર્મા ચોથા નંબર પર છે. મિચેલ પાસેથી છેલ્લી વખત રોહિતે પોઝિશન છીનવી હતી
ડેરીલ મિચેલ તેના વન-ડે કરિયરમાં બીજી વખત નંબર-1 રેન્કિંગ પર પહોંચ્યો છે. છેલ્લી વખત તે નવેમ્બર, 2025માં નંબર-1 બેટર બન્યો હતો. ત્યારે તેની પાસેથી આ પોઝિશન રોહિત શર્માએ છીનવી લીધી હતી, જે તેના વન-ડે કરિયરમાં પહેલીવાર નંબર-1 રેન્કિંગ પર પહોંચ્યો હતો. ફિલિપ્સે લાંબી છલાંગ લગાવી
ઇન્દોરમાં ભારત સામે 88 બોલમાં 106 રન બનાવનાર ગ્લેન ફિલિપ્સે રેન્કિંગમાં સીધા 16 સ્થાનની છલાંગ લગાવી છે. હવે ફિલિપ્સ 20મા નંબર પર આવી ગયા છે. ફિલિપ્સ વન-ડે ઓલરાઉન્ડરોની યાદીમાં પણ 14 સ્થાન ઉપર આવીને હવે 31મા નંબર પર આવી ગયો છે. ઓલરાઉન્ડર યાદીમાં અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ જ નંબર-1 પર યથાવત છે. માઈકલ બ્રેસવેલને બોલિંગમાં ફાયદો
ન્યૂઝીલેન્ડના કેપ્ટન માઈકલ બ્રેસવેલ પણ વન-ડે બોલિંગ રેન્કિંગમાં 6 સ્થાન ઉપર ચઢીને 33મા નંબર પર આવી ગયો છે. અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર રાશિદ ખાન ટૉપ બોલર છે.