ક્લીનમેક્સ એનવાયરો એનર્જીનો IPO 23 ફેબ્રુઆરીથી ખુલશે:25 ફેબ્રુઆરી સુધી બોલી લગાવી શકાશે, આછામાં ઓછા ₹14,742નું રોકાણ કરવું પડશે
રિન્યુએબલ એનર્જી કંપની ક્લીન મેક્સ એનવાયરો એનર્જી સોલ્યુશન્સનો ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) 23 ફેબ્રુઆરીએ ખુલશે. રોકાણકારો 25 ફેબ્રુઆરી સુધી તેમાં બોલી લગાવી શકશે. કંપની આ IPO દ્વારા 3,100 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. કંપની આ ઇશ્યૂ દ્વારા ફ્રેશ શેર અને ઓફર ફોર સેલ (OFS) બંને લાવી રહી છે. પ્રાઇસ બેન્ડ ₹1,000 થી ₹1,053 સુધી કંપનીએ તેનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 1,000 થી 1,053 રૂપિયા નક્કી કર્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 14 શેરના એક લોટ માટે બોલી લગાવી શકે છે, જેના માટે ઉપલા સ્તરે 14,742 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ 1,91,646 રૂપિયા લગાવી શકશે. 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત કંપનીએ આ IPOમાં રિટેલ રોકાણકારો માટે 35% હિસ્સો અનામત રાખ્યો છે. જ્યારે 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) અને 15% નોન-ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ માટે નક્કી કરવામાં આવ્યો છે. એક્સિસ કેપિટલ, જેપી મોર્ગન અને એસબીઆઈ કેપ જેવી મોટી બેંકો આ ઇશ્યૂના લીડ મેનેજર છે. કંપનીના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે. દેવું ચૂકવવા માટે ભંડોળનો ઉપયોગ થશે કંપનીએ જણાવ્યું કે ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રકમમાંથી આશરે 1,122.6 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની અને તેની સહાયક કંપનીઓના જૂના દેવાં ચૂકવવા માટે કરવામાં આવશે. બાકી રહેલી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે. IPO પહેલાં કંપનીએ પ્રી-IPO પ્લેસમેન્ટ દ્વારા 1,500 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જેમાં ટેમાસેક અને બેન કેપિટલ જેવા મોટા નામો સામેલ છે. 15 વર્ષનો અનુભવ અને 2.80 ગીગાવોટની ક્ષમતા CRISILના રિપોર્ટ અનુસાર, ક્લીનમેક્સ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ (CI) રિન્યુએબલ એનર્જી સેક્ટરની મોટી કંપની છે. 31 ઓક્ટોબર 2025 સુધીમાં કંપની પાસે 2.80 GWની ઓપરેશનલ ક્ષમતા હતી. આ ઉપરાંત 3.17 GWના પ્રોજેક્ટ્સ પર હાલ કામ ચાલી રહ્યું છે. કંપની મુખ્યત્વે નેટ ઝીરો સોલ્યુશન્સ અને કાર્બન ક્રેડિટના ક્ષેત્રમાં કામ કરે છે. IPO શું છે? કોઈ કંપની પહેલીવાર પોતાના શેર્સને સામાન્ય લોકો માટે જાહેર કરે છે, ત્યારે તેને ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO કહેવાય છે. કંપનીને કારોબાર વધારવા માટે પૈસાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, કંપની બજારમાંથી લોન લેવાને બદલે કેટલાક શેર પબ્લિકને વેચીને અથવા નવા શેર ઇશ્યુ કરીને પૈસા એકઠા કરે છે. આ માટે કંપની IPO લાવે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

