ગણેશોત્સવ પૂર્વે 'ગણપતિ બાપ્પા મોરિયા'ની રમઝટ:ગુજરાતી ગીતમાં 'દ્વારિકાનો નાથ' ફેમ મૌલિક ચૌહાણનો ધમાકેદાર ડાન્સ
વિઘ્નહર્તા ગણેશજીના આગમનની તૈયારીઓમાં ભાવિક ભક્તો વ્યસ્ત છે. ત્યારે આ ગણેશ ઉત્સવમાં શ્રદ્ધાળુઓને ભક્તિરસમાં તરબોળ કરવા માટે ગુજરાતી ગીત’ગણપતિ બાપ્પા મોરિયા’ રિલીઝ થયું છે. વડોદરાના લેન્સ એન્ડ લાઇટ્સ સ્ટુડિયો દ્વારા નિર્મિત ‘ગણપતિ બાપ્પા મોરિયા’ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં ‘બહેરૂપિયો’, ‘S2G2’ ફિલ્મ્સ અને ‘દ્વારિકાનો નાથ’ અને ‘ડમરુ બાજે’ ગીત ફેમ એક્ટર મૌલિક ચૌહાણનો ધમાકેદાર ડાન્સ જોવા મળ્યો છે. ગીતની કોરિયોગ્રાફી અને ડિરેક્શન કેતુલ વાઘેલાએ કર્યું છે. ગીતના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પાર્થ મિસ્ત્રી છે. પ્રણવ મહંત, શૈલેષ સોલંકી અને જિમિલ શાહે સ્વરબદ્ધ કરેલા આ ગીતને સૌમિલ સોલંકીએ ગાયું છે. આ ગીતના શબ્દો મોનાલી દાલવીએ લખ્યા છે. ફિલ્મનું શૂટિંગ હાલોલ નજીક ‘લકી સ્ટુડિયો’માં ભવ્ય સેટ તૈયાર કરીને કરવામાં આવ્યું છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


