'ગદર' એક્ટ્રેસ અમીષા પટેલનો મોબાઈલ નંબર લીક?:સોશિયલ મીડિયા પર ચાહકોને એલર્ટ કર્યા, સ્ક્રીનશોટ શેર કરીને કહ્યું- જાળમાં ન ફસાશો
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલે પોતાના ચાહકોને ફેક નંબરથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. અમીષાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શંકાસ્પદ કોન્ટેક્ટનો સ્ક્રીનશોટ શેર કરતા જણાવ્યું કે કોઈ તેના નામ અને ફોટોનો ઉપયોગ કરી રહ્યું છે. તેણે સ્પષ્ટ કર્યું કે સર્ક્યુલેટ થઈ રહેલો નંબર તેમનો નથી. સ્ક્રીનશોટ સાથે એક્ટ્રેસે લખ્યું- ‘આ નંબર ફેક છે અને આ વ્યક્તિ છેતરપિંડી કરનાર છે. કૃપા કરીને તેની જાળમાં ન ફસાશો. આ હું નથી.’ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર લોકોને આ સ્કેમ વિશે એલર્ટ કરતા અપીલ કરી છે કે તેના નામથી કરવામાં આવેલા કોઈપણ નકલી કોલ કે મેસેજનો શિકાર ન બનો અને સતર્ક રહો. આ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરતા અમીષાએ કહ્યું કે ડિજિટલ સ્પેસમાં ખોટી માહિતી કેટલી સરળતાથી ફેલાઈ શકે છે, ખાસ કરીને જ્યારે તેમાં પબ્લિક ફિગર સામેલ હોય. આ મુદ્દાની ગંભીરતા પર ભાર મૂકતા, તેણે ચાહકોને ચેતવણી આપી કે ફેક નંબર પાછળનો વ્યક્તિ તેમની ઓળખનો દુરુપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી શકે છે. અમીષાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2023માં તેમની ‘ગદર-2’ આવી હતી, જે તેની કમબેક ફિલ્મ હતી. આ એક્ટ્રેસની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. અમીષાએ 2000માં ફિલ્મ કહો ‘ના… પ્યાર હૈ’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘ગદર: એક પ્રેમ કથા’, ‘હમરાઝ’ અને ‘ક્યા યહી પ્યાર હૈ’ જેવી ફિલ્મો કરી છે. ઘણી હિટ ફિલ્મો પછી તેમના કરિયરમાં ઉતાર-ચઢાવ પણ આવ્યા. લીડ રોલ કરનાર અમીષાએ પછી ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’, ‘ભૂલ ભુલૈયા’ અને ‘રેસ 2’ જેવી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ ભજવ્યા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

