ગુજરાતી સિનેમામાં છવાશે ડરનો માહોલ:‘બહેરૂપિયો’નો ભયાનક ફર્સ્ટ લુક રિવીલ, 24 એપ્રિલે ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે

Last Updated: March 19, 2026By

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે માત્ર કોમેડી કે ફેમિલી ડ્રામા પૂરતી મર્યાદિત રહી નથી. લોકવાયકાઓ અને ભયાનક રહસ્યોને પડદા પર લાવવા માટે ‘સવનાથ એન્ટરટેઈનમેન્ટ’ અને ‘RSC ફિલ્મ્સ’ તૈયાર છે. તાજેતરમાં જ તેની આગામી ગુજરાતી ફોકલોર હોરર ફિલ્મ ‘બહેરૂપિયો’ની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. શું છે ફિલ્મની ખાસિયત? “પ્રથાના પિંજરામાં ઘૂંટાતું રહસ્ય…” આ ટેગલાઇન સાથે ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. વિસરાઈ ગયેલી લોકકથાઓ અને પરંપરાઓની આડમાં છુપાયેલા કોઈ અજાણ્યા પડછાયાની આ વાર્તા પ્રેક્ષકોના રુવાડા ઉભા કરી દે તેવી શક્યતા છે. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિમાં ‘બહેરૂપિયો’ શબ્દનો ઊંડો અર્થ છે, જે હવે હોરરના નવા રંગમાં જોવા મળશે. દમદાર સ્ટારકાસ્ટ અને ટીમ આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના ફેમસ કલાકારો જોવા મળશે: મુખ્ય કલાકારો: કિંજલ રાજપ્રિયા, જયેશ મોરે, મૌલિક ચૌહાણ, ડેનિશા ઘુમરા. સહાયક કલાકારો: નીતા પર્યાણી, આકાશ આહુજા, આશિમા વર્ધન અને દીપ શેઠ. ડિરેક્શન: રાજા સંજય ચોકસી મ્યુઝિક અને પ્રોડક્શન ફિલ્મનું સંગીત અથર્વ સંજય જોશીએ આપ્યું છે, જ્યારે ગીતો વત્સલ સંજય જોશીએ લખ્યા છે. ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોર (BGM) માટે જાણીતા સંગીતકાર રુશિન દલાલ અને કૈઝાદ ઘેરડાએ કામ કર્યું છે, જે ફિલ્મના ડરના માહોલને વધુ ઘેરો બનાવશે. આ રહસ્યમયી ફિલ્મ 24 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.