ગ્રાન્ડ સ્લેમ ઇતિહાસમાં પહેલીવાર 2 ઇટાલિયન વચ્ચે સેમિફાઇનલ:ફ્રેન્ચ ઓપનમાં કોબોલી-અર્નાલ્ડી વચ્ચે મુકાબલો; ઝ્વેરેવ-મેન્સિક પણ ટોપ-4માં

Last Updated: June 4, 2026By

વર્લ્ડ નંબર-1 જૈનિક સિનર અને લોરેન્ઝો મુસેટી બહાર હોવા છતાં ફ્રેન્ચ ઓપનમાં ઇટાલીનું વર્ચસ્વ યથાવત છે. બુધવારે રાત્રે ફ્લાવિયો કોબોલી અને માટેઓ અર્નાલ્ડીએ પોતપોતાની મેચ જીતીને મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું. હવે શુક્રવારે બંને વચ્ચે સેમિફાઇનલ રમાશે. આ ગ્રાન્ડ સ્લેમ ઇતિહાસની પ્રથમ ઓલ-ઇટાલિયન મેન્સ સેમિફાઇનલ હશે. ઓલ-ઇટાલિયન સેમિફાઇનલ પર કોબોલીએ કહ્યું- ‘ઇટાલિયન ટેનિસ માટે આ અત્યંત ખુશીની વાત છે.’ ગયા વર્ષે સિનર અને મુસેટી બંને અંતિમ ચારમાં પહોંચ્યા હતા, પરંતુ ડ્રોના અલગ-અલગ ભાગોમાં હતા. કોબોલી જીત્યા, અર્નાલ્ડીના પ્રતિસ્પર્ધીએ મેચ છોડી 24 વર્ષીય કોબોલીએ કેનેડાના ફેલિક્સ ઓગર-અલિયાસિમેને 4-6, 6-4, 6-4, 6-4થી હરાવીને અંતિમ-4માં સ્થાન મેળવ્યું. જ્યારે, અર્નાલ્ડીને તેમના જ દેશના માટેઓ બેરેટિનીના ઇજાગ્રસ્ત થઈને મેચ છોડવાથી સેમિફાઇનલની ટિકિટ મળી. બેરેટિની ડાબા હિપની ઇજાથી પીડાઈ રહ્યા હતા અને બીજા સેટમાં પાછળ રહ્યા બાદ મુકાબલામાંથી હટી ગયા. ઝ્વેરેવ-મેન્સિક વચ્ચે બીજી સેમિફાઇનલ પુરુષ સિંગલ્સ કેટેગરીની બીજી સેમિફાઇનલ જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવ અને ચેક ખેલાડી જેકબ મેન્સિક વચ્ચે રમાશે. ઝ્વેરેવે સ્પેનના રાફેલ જોદારને 7-6, 6-1, 6-3 થી હરાવ્યો. જ્યારે, મેન્સિકે બ્રાઝિલના જોઆઓ ફોન્સેકાને 6-4, 6-3, 7-6 થી હરાવ્યો. ફોન્સેકાએ નોવાક જોકોવિચને બહાર કર્યો હતો. યુગલમાં પણ ઇટાલીનું પ્રભુત્વ સારા એરાની અને આન્દ્રેઆ વાવાસોરી ગુરુવારે મિશ્રિત યુગલ ફાઇનલ રમશે. જ્યારે, વાવાસોરી અને સિમોને બોલેલી પુરુષ યુગલની સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યા છે.

Leave A Comment