ઘરે જ બનાવો હલવાઈ જેવા ફાફડા, જાણો ક્રિસ્પી બનવાની સિક્રેટ ટિપ્સ

Last Updated: February 4, 2026By

ગુજરાતીઓનો સૌથી પ્રિય નાસ્તો એટલે ‘ફાફડા’. રવિવારની સવાર હોય કે મહેમાનોની આગતા-સ્વાગતા, ફાફડા વગર બધું અધૂરું લાગે છે. હવે તમારે બહાર લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, કારણ કે ઘરે જ શુદ્ધ તિરુપતિ તેલમાં તમે બજાર જેવા જ કડક અને ટેસ્ટી ફાફડા બનાવી શકો છો.

ઘણાને લાગે છે કે ફાફડા વણવા અઘરા છે, પરંતુ સાચી રીત, યોગ્ય મોણ અને થોડા કામના ટીપ્સ જાણીએ તો આ કામ બહુ સહેલું બની જાય છે. ગરમાગરમ ચા, પપૈયાનો સંભારો અને કઢી સાથે જ્યારે ઘરે બનેલા આ ફાફડા પીરસવામાં આવે, ત્યારે ખાવાની મજા બમણી થઈ જાય છે. તો ચાલો જાણીએ, ઓછા સમયમાં અને સરળ રીતે ઘરેજ તૈયાર થતી ફાફડાની પરફેક્ટ રેસીપી…

ફાફડા બનાવવા માટે જરૂરી સામગ્રી

2 કપ ચણાનો લોટ (બેસન)

1 ચમચી અજમો

2 ચમચી તેલ મોણ માટે

1/2 ચમચી ખાવાના સોડા

મીઠું સ્વાદ મુજબ

પાણી જરૂર મુજબ

તળવા માટે તિરૂપતિ કપાસિયા તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લો, તેમા અજમો, મીઠું, ખાવાના સોડા મિક્સ કરો. ત્યાર બાદ તેમા 2 ચમચી તિરૂપતિ તેલનું મોણ આપો. બધું બરાબર મિક્સ કરો, જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો.

ફાફડા પોચા અને જાળીદાર બને તે માટે લોટને 5 થી 7 મિનિટ સુધી બરાબર મસળવો જરૂરી છે. લોટ થોડો કઠણ રાખવો જેથી વણવામાં સરળતા રહે. લોટ તૈયાર થયા પછી તેને 10-15 મિનિટ ઢાંકીને રહેવા દો.

લોટમાંથી નાના લુઆ બનાવી તેને લાંબા આકાર આપો. હવે લાકડાના પાટલા પર એક લુઓ મૂકી, હથેળીના પાછળના ભાગથી ભાર દઈને તેને આગળ તરફ ખેંચો. ત્યારબાદ ચપ્પુની મદદથી હળવેથી ઉખેડી લો.

એક કડાઈમાં તિરુપતિ કપાસિયા તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં ફાફડા નાખો. ફાફડાને બંને બાજુથી હળવા ગુલાબી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ફાફડાને હંમેશા મધ્યમ આંચ પર જ તળવા, જેથી તે અંદરથી કાચા ન રહે અને બહારથી એકદમ કરકરા અને સ્વાદિષ્ટ બને. ગરમા ગરમ ફાફડા તૈયાર છે તેને તમે કઢી સાથે ખાઈ શકો.

Disclaimer: આ એક એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://shop.tirupatioils.com/shop/

Leave A Comment