ઘીના ઠામમાં ઘી ઢોળાયું!:'ડોન 3'માં શાહરુખની ફરી વાપસીના એંધાણ, 'કિંગ ખાને' ફરહાન અખ્તર સામે શરત મૂકી
ફરહાન અખ્તરના ડિરેક્શનમાં બનનારી ફિલ્મ ‘ડોન-3’ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. નવા રિપોર્ટ્સ અનુસાર, આ આઇકોનિક ફ્રેન્ચાઇઝીમાં શાહરુખ ખાનની વાપસી થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ફરહાન અખ્તર અને ‘કિંગ ખાન’ વચ્ચે ફિલ્મને લઈને ફરીથી વાતચીત શરૂ થઈ ગઈ છે. ‘ડોન 3’માં ફરી જોડાવા ‘કિંગ ખાને’ શરત મૂકી ટેલી ચક્કરના રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાને ફિલ્મમાં પાછા ફરવાના સંકેત તો આપ્યા છે, પરંતુ એક ખાસ શરત સાથે. એક્ટર ઈચ્છે છે કે ‘ડોન-3’નું ડિરેક્શન સાઉથના જાણીતા ડિરેક્ટર એટલી કરે. શાહરુખે ફરહાન સામે આ પ્રસ્તાવ મૂક્યો છે કે, જો એટલી આ પ્રોજેક્ટ સાથે જોડાય છે, તો તે ફિલ્મમાં વાપસી પર વિચાર કરી શકે છે. નોંધનીય છે કે, શાહરુખ અને એટલી ‘જવાન’માં સાથે કામ કરી ચૂક્યા છે. એટલીના ડિરેક્શનમાં શાહરુખની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. રણવીર સિંહની હકાલપટ્ટી બાદ ફિલ્મ ફરી અટકી પડી નોંધનીય છે કે ફરહાન અખ્તર છેલ્લા ત્રણ વર્ષથી ડોન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ પર કામ કરી રહ્યો છે, પરંતુ કાસ્ટિંગને કારણે આ પ્રોજેક્ટ સતત અટવાયેલો છે. શરૂઆતમાં ફિલ્મ માટે રણવીર સિંહને કાસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ ‘ધુરંધર’ની સફળતા પછી તેણે પોતાને ફિલ્મથી અલગ કરી લીધો. જોકે, કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, રણવીરને તેની કથિત અયોગ્ય માંગણીઓને કારણે ફિલ્મમાંથી હટાવવામાં આવ્યો છે. હૃતિક રોશને પણ ‘ડોન 3’ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો રણવીર સિંહના બહાર થયા પછી હૃતિક રોશનને પણ ‘ડોન-3’ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે પણ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો. ‘મૂવી ટોકીઝ’ના રિપોર્ટ અનુસાર, હૃતિક આ દિવસોમાં ‘ક્રિશ-4’ થી ડિરેક્ટોરિયલ ડેબ્યૂની તૈયારીમાં છે અને તેની પાસે ઘણી મોટી પાન ઇન્ડિયા ફિલ્મો પણ લાઇનઅપમાં છે. આ જ કારણોસર તેનું આવનારું શેડ્યૂલ સંપૂર્ણપણે પેક છે. હવે બધાંની નજર આ વાત પર ટકેલી છે કે, શું ‘ડોન-3’ માં શાહરુખ ખાનની દમદાર વાપસી થાય છે અને એટલી આ મેગા પ્રોજેક્ટનો ભાગ બનશે કે કેમ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

