ચહલ કન્ફ્યુઝ, કિસ કિસ કો પ્યાર કરું!:3 હસીનાઓ વચ્ચે ફસાયો ક્રિકેટર, ફેન્સની 'ફીરકી' પર ક્રિકેટરની ફની કમેન્ટ; AI પોસ્ટરે સો. મીડિયા પર ધૂમ મચાવી
ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા પછી ચહલનું નામ સતત અલગ-અલગ લોકો સાથે જોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં તેનું નામ RJ મહવશ સાથે જોડાયું હતું, પરંતુ જ્યારે બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા, ત્યારે તેમના બ્રેકઅપની અટકળો પણ તેજ થઈ ગઈ હતી. આ દરમિયાન ચહલને મુંબઈની એક રેસ્ટોરાંમાંથી ‘બિગ બોસ 13’ની કન્ટેસ્ટન્ટ શેફાલી બગ્ગા સાથે બહાર નીકળતા જોવામાં આવ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર તેમના નવા સંબંધોને લઈને ફરીથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર છવાયા AI પોસ્ટર
હવે સોશિયલ મીડિયા પર ‘કિસ કિસકો પ્યાર કરું 3’ના AI-જનરેટેડ પોસ્ટર્સ વાઇરલ થઈ રહ્યા છે. આ પોસ્ટર્સમાં યુઝવેન્દ્ર ચહલને ધનશ્રી વર્મા, RJ મહવશ અને શેફાલી બગ્ગા સાથે બતાવ્યો છે. આ પોસ્ટર્સ ગ્રાફિક ડિઝાઇનર વિજય કુમાર બારિયાએ બનાવ્યા છે અને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. લોકો તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા હતા, તે દરમિયાન ચહલે તેની તસવીરો પર એક એવી કોમેન્ટ કરી દીધી, જે ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગઈ છે. ચહલનું રમુજી રિએક્શન
આ પોસ્ટર્સ પર ચહલે કોમેન્ટ કરી, “2-3 રહી ગઈ એડમિન, આગલી વખતે વધુ સારી રિસર્ચ કરજો.” તેની આ કોમેન્ટને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે પોસ્ટર તો જાહેર થઈ ગયા, જલ્દી જ ટ્રેલર પણ રિલીઝ થવું જોઈએ. થોડા દિવસો પહેલા શેફાલી બગ્ગા સાથે નજરે પડ્યો હતો ચહલ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ મેદાન પર તેની ગુગલી માટે જાણીતો છે, પણ અત્યારે સોશિયલ મીડિયા પર તેની પર્સનલ લાઈફની ગુગલી જેટલી જ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ ચહલ મુંબઈમાં જોવા મળ્યો હતો, પરંતુ તે એકલો નહોતો. તેની સાથે જાણીતી એન્કર અને એક્ટ્રેસ શેફાલી બગ્ગા જોવા મળતા અટકળોનું બજાર ગરમાયું છે. તેની આ મુલાકાતની તસવીરો અને વીડિયો ઝડપથી વાઈરલ થયા, જેના કારણે ડેટિંગની અફવાઓનો નવો દોર શરૂ થયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો… ધનશ્રી વર્માના ગંભીર આક્ષેપો
ધનશ્રી વર્મા થોડા મહિના પહેલા રિયાલિટી શો ‘રાઈઝ એન્ડ ફોલ’માં જોવા મળી હતી. આ શો અશનીર ગ્રોવરે હોસ્ટ કર્યો હતો. શો દરમિયાન ધનશ્રીએ આરોપ લગાવ્યો હતો કે લગ્નના પહેલા વર્ષમાં જ ચહલે તેની સાથે ચીટિંગ કર્યું હતું. જોકે, ધનશ્રીના આ આરોપોનો યુઝવેન્દ્ર ચહલે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું કે જો લગ્નના શરૂઆતના મહિનામાં જ છેતરપિંડી થઈ હોત, તો કોઈ પણ સંબંધ આશરે સાડા ચાર વર્ષ સુધી ન ચાલ્યો હોત. નોંધનીય છે કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા અને માર્ચ 2025માં તેમના છૂટાછેડા થઈ ગયા. જોકે અલગ થયા પછી પણ બંનેની અંગત જિંદગીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદો સતત ચાલુ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

