ચહલ સાથે નામ જોડાતા શેફાલી બગ્ગા ભડકી:AIથી બનાવેલા પોસ્ટરને ઘૃણાસ્પદ ગણાવ્યા, એક્ટ્રેસે ટ્રોલ્સને ઠપકો આપ્યો
‘બિગ બોસ’ની પૂર્વ કન્ટેસ્ટન્ટ અને એન્કર શેફાલી બગ્ગા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તે તસવીરને લઈને ભડકી ઉઠી હતી, જેમાં AI દ્વારા બનાવવામાં આવેલા પોસ્ટરમાં તેનું નામ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જોડવામાં આવ્યું હતું. આ પોસ્ટરોમાં ચહલને તેની એક્સ વાઇફ ધનશ્રી વર્મા, કથિત એક્સ પાર્ટનર આરજે મહવશ અને શેફાલી બગ્ગા સાથે દર્શાવવામાં આવ્યો હતો. આ પોસ્ટરો કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’ના પોસ્ટર જેવા બનાવવામાં આવ્યા હતા. ‘આ ખૂબ જ ઘૃણાસ્પદ છે’ આ પોસ્ટરો પર પ્રતિક્રિયા આપતા શનિવારે શેફાલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘આ ખૂબ જ ઘૃણાસ્પદ છે. જે રીતે આ ટ્રોલ્સ છોકરીઓ સાથે વર્તે છે, તે અત્યંત શરમજનક છે. પોતાની જિંદગી જીવો. આ આપણી માનસિકતાનું ઉત્તમ ઉદાહરણ છે.’ યુઝવેન્દ્ર ચહલે રમુજી કોમેન્ટ કરી હતી નોંધનીય છે કે, આ AI જનરેટેડ પોસ્ટર્સ ગ્રાફિક ડિઝાઈનર વિજય કુમાર બારિયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, ત્યારબાદ તે ઝડપથી વાયરલ થઈ ગયા. આ અંગે યુઝવેન્દ્ર ચહલે પણ પ્રતિક્રિયા આપી હતી, પરંતુ તેનો અંદાજ થોડો રમુજી હતો. તેણે કોમેન્ટ કરતા લખ્યું, 2-3 રહી ગઈ છે એડમિન, આગલી વખતે સારી રીતે રિસર્ચ કરજો. શેફાલી અને ચહલ રેસ્ટોરન્ટમાં સાથે સ્પોટ થયાં હતાં નોંધનીય છે કે, શેફાલી અને ચહલના સંબંધોની અફવાઓ ત્યારે શરૂ થઈ, જ્યારે બંનેને તાજેતરમાં મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી સાથે નીકળતા જોવામાં આવ્યા. તેમના ફોટો અને વીડિયો સામે આવ્યા પછી ગપસપ પેજીસ પર ચર્ચા તેજ બની ગઈ. જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધોની પુષ્ટિ કરી નથી. નોંધનીય છે કે, યુઝવેન્દ્ર ચહલની પ્રાઈવેટ લાઈફ પહેલાથી જ ચર્ચામાં રહી છે. ધનશ્રી વર્માથી છૂટાછેડા પછી તેનું નામ આરજે મહવશ સાથે જોડાયું હતું, પરંતુ તાજેતરમાં બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા, જેનાથી તેના સંબંધોને લઈને પણ અટકળો સમાપ્ત થઈ ગઈ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

