ચાંદીમાં ધરખમ વધારો, આજે પણ ઓલ ટાઈમ હાઈ:₹2.83 લાખ/kgના ભાવે પહોંચી, 4 દિવસમાં કિંમત ₹40 હજાર વધી; સોનાનો ભાવ ₹1.42 લાખ/10g પહોંચ્યું

Last Updated: January 16, 2026By

આજે 16 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર ચાંદીની કિંમત 5,208 રૂપિયા વધીને 2.83 લાખ રૂપિયા પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. આ પહેલા 14 જાન્યુઆરીએ ચાંદીની કિંમત 2.77 લાખ રૂપિયા હતી. ચાર દિવસમાં ચાંદી 40 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે. જ્યારે સોનાના ભાવમાં ત્રણ દિવસની તેજી બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 298 રૂપિયા ઘટીને 1,41,717 રૂપિયા પર ખુલ્યો હતો. 14 જાન્યુઆરીએ તેણે 1,42,015 રૂપિયા પર ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. અલગ-અલગ શહેરોમાં ભાવ અલગ કેમ હોય છે? IBJAની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન શામેલ નથી હોતું. તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરેન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ ગોલ્ડમાં તેજીના 3 મુખ્ય કારણો ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણો અસલી ચાંદીની ઓળખ કરવાના 4 રીત