ચાંદી આજે 4,000 વધીને ₹2.37 લાખ પર પહોંચી:સોનું 98 રૂપિયા મોંઘુ થઈને ₹1.52 લાખ થયું, ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો
સોના-ચાંદીની કિંમતમાં આજે એટલે કે 18 ફેબ્રુઆરીએ વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદી 4 હજાર રૂપિયા વધીને 2.37 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે તે 2.33 લાખ રૂપિયા પર હતી. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 98 રૂપિયા મોંઘું થઈને 1.52 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. સરાફા બજારમાં 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. 2025માં સોનું 57 હજાર રૂપિયા મોંઘું થયું હતું સોના-ચાંદી 6 મહિનામાં ઓછામાં ઓછા 10% વધુ સસ્તા થઈ શકે છે ઇક્વિનોમિક્સ રિસર્ચના ફાઉન્ડર અને એમડી જી. ચોક્કાલિંગમે જણાવ્યું હતું કે સોના-ચાંદીની સાથે કોપર જેવી ઔદ્યોગિક ધાતુઓ અત્યંત અસ્થિર રહેશે. આગામી 6 મહિનામાં તેમની કિંમતો ઓછામાં ઓછી 10% વધુ ઘટી શકે છે. વૈશ્વિક આર્થિક વિકાસમાં મંદી, ક્રિપ્ટોકરન્સી અને ટેકનોલોજી શેરોમાં ભારે ઘટાડો જેવા જોખમો કોમોડિટીની કિંમતો પર અસર કરી શકે છે. અલગ-અલગ શહેરોમાં ભાવ અલગ કેમ હોય છે? IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતા નથી, તેથી શહેરોના ભાવ અલગ- અલગ હોય છે. આ ભાવોનો ઉપયોગ RBI સોવરિન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે. સોનું ખરીદતી વખતે આ 2 બાબતનું ધ્યાન રાખો 1. પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લગાવેલું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. 2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે એની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ મુજબ અલગ-અલગ હોય છે. અસલી ચાંદીને ઓળખવાના 4 રસ્તા મેગ્નેટ ટેસ્ટ: અસલી સિલ્વર ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે. આઇસ ટેસ્ટ: સિલ્વર પર બરફ રાખો. અસલી સિલ્વર પર બરફ ખૂબ ઝડપથી પીગળશે. સ્મેલ ટેસ્ટ: અસલી સિલ્વરમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવી શકે છે. ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળું નિશાન થાય તો અસલી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

