ચાંદી આ અઠવાડિયે ₹39,082 વધીને ₹2.82 લાખ પર પહોંચી:સોનું ₹4,471 મોંઘું થઈને ₹1.41 લાખ પ્રતિ 10 ગ્રામ થયું, અમદાવાદમાં સાનું ₹1.43 લાખ; જુઓ તમારા શહેરના સોનાના ભાવ

Last Updated: January 17, 2026By

આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. સોનું 4,471 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ 1,41,593 રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા તે ગયા અઠવાડિયે એટલે કે 9 જાન્યુઆરી, શુક્રવારે 1,37,122 રૂપિયા પર હતું. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹1,43,839 છે. જ્યારે ચાંદી 2,42,808 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 2,81,890 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં 39,082 રૂપિયાનો વધારો થયો છે. કેરેટ મુજબ સોનાની કિંમત સોર્સ: IBJA (17 જાન્યુઆરી,2026) દેશના મોટા શહેરોમાં સોનાની કિંમત સોર્સ: goodreturns (17 જાન્યુઆરી,2026) 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ સોનામાં તેજીના 3 મુખ્ય કારણો ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણો ઔદ્યોગિક માંગ – સોલર, ઇલેક્ટ્રોનિક્સ અને EVમાં ભારે ઉપયોગ, ચાંદી હવે માત્ર જ્વેલરી નથી, પરંતુ એક આવશ્યક કાચો માલ બની ગઈ છે. ટ્રમ્પનો ટેરિફનો ડર – અમેરિકન કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, વૈશ્વિક પુરવઠામાં ઘટાડાને કારણે કિંમતો વધી છે. મેન્યુફેક્ચરર સ્પર્ધામાં – ઉત્પાદન અટકવાના ડરથી બધા અગાઉથી ખરીદી રહ્યા છે, આ જ કારણ છે કે આવનારા મહિનાઓમાં પણ તેજી જળવાઈ રહેશે. સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લાગેલો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે એેની કિંમત ઘણા સોર્સિસ (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ)થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.