ચાંદી ₹6474 મોંઘી, એક કિલોની કિંમત ₹2.36 લાખ:સોનાનો ભાવ આજે ₹1809 વધ્યો, 10 ગ્રામ સોનું ₹1.54 લાખ થયું

Last Updated: September 18, 2026By

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 18 સપ્ટેમ્બરે તેજી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA મુજબ એક કિલો ચાંદીની કિંમત 6,474 રૂપિયા વધીને 2.36 લાખ રૂપિયા થઈ ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 1809 રૂપિયા વધીને 1.54 લાખ રૂપિયા પર પહોંચી ગયા છે. ગઈકાલે સોનાના ભાવ 1.52 લાખ રૂપિયા અને ચાંદીની કિંમત 2.30 લાખ રૂપિયા હતી. ડિસેમ્બર સુધીમાં સોનું 1.70 લાખ અને ચાંદી 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે કોટક સિક્યોરિટીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કમોડિટી રિસર્ચ હેડ અનિન્દ્ય બેનર્જી કહે છે કે સોનાને સામાન્ય રોકાણકારોની સાથે જ દુનિયાભરની કેન્દ્રીય બેંકો, જેમ કે RBIનો પણ સપોર્ટ છે, જે સતત સોનાની ખરીદી કરી રહી છે. આગળ પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં સોનામાં તેજી જળવાઈ રહેશે. જો પરિસ્થિતિમાં સુધારો થશે તો ચાંદીમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. હાલમાં જે ભાવિ પરિસ્થિતિઓ નજરે પડી રહી છે, તેના મુજબ ડિસેમ્બર સુધીમાં સોનાની કિંમત 1.70 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ચાંદીની કિંમત પણ 3 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. આ વર્ષે સોનું ₹21 હજાર મોંઘું થયું આ વર્ષે સોના-ચાંદીની કિંમતોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2026માં અત્યાર સુધીમાં સોનું 21 હજાર રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા હતું, જે હવે 1.54 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદી 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.36 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનું 1.76 લાખ રૂપિયા અને ચાંદી 3.86 લાખ રૂપિયા ઓલટાઇમ હાઈ પપ પહોંચી હતી. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 3 બાબતોનું ધ્યાન રાખો