ચાલુ સર્જરીએ સોનુ નિગમનું લાઈવ પરફોર્મન્સ:બેભાન થવાને બદલે સિંગરે સર્જરી ટેબલ પર જ મોહમ્મદ રફીનું 77 વર્ષ જૂનું ગીત ગાયું; વીડિયો જોઈ ફેન્સ ઘેલા થયા
સોનુ નિગમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સને ચિંતા તો થઈ, પણ તેમના અવાજે ફરી એકવાર ફેન્સના દિલ જીતી લીધા. વીડિયોમાં તેઓ હોસ્પિટલમાં સર્જરી કરાવતા જોવા મળી રહ્યા છે અને સાથે જ 77 વર્ષ જૂનું મોહમ્મદ રફીનું ગીત પણ ગાઈ રહ્યા છે. સર્જરી કરાવતી વખતે સોનુ નિગમે ગીત ગાયું ઈન્સ્ટાગ્રામ પર સોનુ નિગમે વીડિયો શેર કર્યો, જેમાં તેઓ હોસ્પિટલના સર્જરી ટેબલ પર સૂતેલા છે અને ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. આ દરમિયાન સિંગર 77 વર્ષ જૂનું ગીત ‘સુહાની રાત ઢલ ચૂકી’ ગાતા જોવા મળ્યા છે. આ ગીત 1949માં આવેલી ફિલ્મ ‘દુલારી’નું છે, જેમાં મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતા અને મોહમ્મદ રફીએ આ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. સોનુ નિગમના અવાજના ફેન્સ થયા દીવાના વીડિયો સાથે સિંગરે કેપ્શનમાં લખ્યું, “મારી સર્જરી દરમિયાન ડોક્ટર નિલેશ સતભાઈ અને તેમની ટીમ માટે આપેલું પરફોર્મન્સ. દર્દ વચ્ચે ગાવું… સંગીતનો આનંદ!” આ વીડિયો પર ફેન્સે હાર્ટ ઈમોજી શેર કરી છે. એક યુઝરે લખ્યું, “ઓપરેશન વચ્ચે મધુર અવાજ હોવો ખૂબ જરૂરી છે.” બીજા યુઝરે લખ્યું, “ખૂબ નસીબદાર ડોક્ટર્સ.” ત્રીજા યુઝરે લખ્યું, “ડોક્ટર્સ નસીબદાર છે કે તેમને લાઈવ ગીત સાંભળવાની તક મળી.” આ સાથે જ ફેન્સે સિંગરની બીમારી વિશે પણ પૂછ્યું અને તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી. સોનુ નિગમના નવા ગીતની ચર્ચા સોનુ નિગમનું તાજેતરમાં જ આવેલું નવું ગીત ચર્ચામાં છે. આ હિન્દી-હરિયાણવી ગીત ‘ચુન્ની’ છે, જેને યુટ્યુબ પર ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

