ચિલીના જંગલમાં ભીષણ આગ, 18 લોકોના મોત:હજારો એકર જંગલ નાશ, 50 હજાર લોકો બેઘર થયા; રાષ્ટ્રપતિએ ઈમરજન્સી જાહેર કરી

Last Updated: January 19, 2026By

ચિલી હાલમાં એક વિનાશક આફતની ઝપેટમાં છે. અધિકારીઓનું કહેવું છે કે મધ્ય અને દક્ષિણ ચિલીના જંગલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા છે, તેમજ હજારો એકર જમીન બળી ગઈ છે અને સેંકડો ઘર નાશ પામ્યા છે. ચિલીના હવામાનની વાત કરીએ તો, દક્ષિણ અમેરિકન દેશ હાલમાં તીવ્ર ગરમીની ઝપેટમાં છે. ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે દેશના મધ્ય બાયોબિયો પ્રદેશ અને પડોશી નુબ્લે પ્રદેશમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે. જંગલમાં આગમાં ઘણા પ્રાણીઓના મોત થયા છે, તો હજારો એકર જંગલ પણ નાશ પામ્યું છે. 20,000 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જે જંગલમાં આગ લાગી હતી ત્યાં નજીક એક ઇન્દુરા ગેસ પ્લાન્ટ પણ છે, જેના કારણે લીકેજનો ભય પણ તોળાઈ રહ્યો છે. આગ સતત વધી રહી છે ચિલીમાં જંગલની આગ સતત વધી રહી છે અને હવે તે 8,500 હેક્ટર (21,000એકર)થી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત બાયોબિયો પ્રદેશના કોન્સેપ્સિયન શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, રાષ્ટ્રપતિ બોરિકે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પ્રારંભિક સરકારી અહેવાલો દર્શાવે છે કે 18 લોકો મૃત્યુ પામ્યા છે અને 300 ઘરો નાશ પામ્યા છે, અને નુકસાનનું સંપૂર્ણ અંદાજ હજુ સુધી જાણી શકાયો નથી. લોકોએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી, કોઈ મદદ મળી નહીં રાષ્ટ્રપતિ બોરિકે અંદાજ લગાવ્યો હતો કે ફક્ત બાયોબાયો પ્રદેશમાં જ અસરગ્રસ્ત ઘરોની કુલ સંખ્યા એક હજારથી વધુ છે. ટેકરીઓમાં લાગેલી આગને કારણે 50,000 લોકો તેમના ઘર છોડવા મજબુર થયા છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમય છે. તેમના સંબોધન પછી સ્થાનિક અધિકારીઓની ફરિયાદો આવી જેમણે કલાકો સુધી કહ્યું કે બધે વિનાશ હતો અને કોઈ મદદ મળી ન હતી.
ગરમી અને ભારે પવન પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યો છે. ચિલીમાં આગ ઓલવવા માટે ફાયરની ટીમો સંઘર્ષ કરી રહ્યા છે. ગરમી અને ભારે પવનને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગૃહમંત્રી અલ્વારો એલિઝાલ્ડે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હવામાન સારું નહીં રહે અને ખૂબ ઊંચા તાપમાનના સંકેત છે. આગ લાગ્યા પછી ઘણા લોકોએ પોતાના ઘરોમાં ફસાયેલા હોવાની જાણ કરી હતી. ઘણા લોકો બહાર નીકળ્યા ન હતા,” 55 વર્ષીય જોન ગુઝમેને જણાવ્યું. તેઓ પોતાના ઘરોમાં રહ્યા કારણ કે તેમને લાગ્યું કે જંગલના કિનારે આગ ઠરી જશે. એક ભયાનક દ્રશ્ય સામે આવ્યું. પેન્કો શહેરનો મોટો ભાગ આગની લપેટમાં આવી ગયો. કાર, સ્કૂલો અને ચર્ચ સળગી ગયા છે. હજારો લોકોને કામચલાઉ શેલ્ટરમાં આશરો લેવા મજબુર થયા છે. 52 વર્ષીય જુઆન લાગોસે કહ્યું કે તે પોતાના બાળકો સાથે અંધારામાં જ નીકળી ગયા હતા. ખેતરો, ઘરો, રસ્તાના કિનારે અને કારમાં બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા. 54વર્ષીય વિક્ટર બુર્બોઆએ કહ્યું- અમે જે જોયું તેના પરથી લાગે છે કે કેટલાક લોકો મૃત્યું પામ્યા છે. દર વર્ષે આગ લાગે છે દર ઉનાળામાં મધ્ય અને દક્ષિણ ચિલીમાં જંગલોમાં આગ લાગે છે, જે સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં ચરમસીમાએ પહોંચે છે. 2024માં, ચિલીના મધ્ય દરિયાકાંઠે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 130 લોકો માર્યા ગયા હતા. 2010ના વિનાશક ભૂકંપ પછી તે દેશની સૌથી ઘાતક કુદરતી આફત બની. પડોશી દેશ આર્જેન્ટિના પણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી જંગલની આગને કાબુમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જેના કારણે હજારો એકર જમીન સળગી ગઈ છે.