જાપાન ચૂંટણી- PM તાકાઇચીનો પ્રચંડ વિજય:અત્યાર સુધીમાં 465માંથી 300 બેઠકો જીતી, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
જાપાનમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન સાને તકાઈચીની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ ભવ્ય વિજય મેળવ્યો છે. NHK વર્લ્ડના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં LDP એ 465 માંથી 300 બેઠકો પર જીત મેળવી છે, જે બહુમતી માટે જરૂરી 233 બેઠકો કરતાં ઘણી વધારે છે. તકાઈચીની જીત પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા કુશળ નેતૃત્વ હેઠળ આપણે ભારત-જાપાન મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. LDP ના નેતૃત્વ હેઠળનું ગઠબંધન સહયોગી જાપાન ઇનોવેશન પાર્ટી (ઇશિન) સાથે મળીને 366 બેઠકો જીતી શકે છે. ગઠબંધનને 310 બેઠકો મળતા જ ઉપલા ગૃહમાં વિપક્ષના નિયંત્રણ છતાં કાયદા પસાર કરવાની સત્તા મળી જશે. તકાઇચીએ ચીન વિરુદ્ધ વલણ મજબૂત કર્યું તકાઇચીએ ચીન વિરુદ્ધ મજબૂત વલણ અપનાવીને લશ્કરી ખર્ચ વધાર્યો છે, આર્થિક પેકેજ અને ટેક્સ કપાતની જાહેરાત કરી છે. તેમણે ખાદ્ય પદાર્થો પરના 8% સેલ્સ ટેક્સને બે વર્ષ માટે સ્થગિત કરવાનું વચન આપ્યું છે જેથી વધતી મોંઘવારીમાંથી લોકોને રાહત મળે. વ્યૂહાત્મક સલાહકાર કંપની FGS ગ્લોબલના મેનેજિંગ ડિરેક્ટર સેઇજી ઇનાડાના મતે, ‘જો તકાઇચી મોટી જીત નોંધાવે છે, તો તેમને ટેક્સમાં ઘટાડા જેવા મહત્વના નિર્ણયો લાગુ કરવાની સ્વતંત્રતા મળશે.’ ટ્રમ્પે કહ્યું હતું- તકાઇચી શક્તિશાળી અને બુદ્ધિશાળી નેતા ડોનાલ્ડ ટ્રમ્પે 5 ફેબ્રુઆરીના રોજ એક પોસ્ટમાં સાને તકાઈચીને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે તકાઈચીને મજબૂત, શક્તિશાળી અને બુદ્ધિશાળી નેતા કહ્યા, જે પોતાના દેશને સાચો પ્રેમ કરે છે અને જાપાનના લોકોને નિરાશ નહીં કરે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ 19 માર્ચ 2026 ના રોજ વ્હાઇટ હાઉસમાં તકાઈચીને મળશે. આ સમર્થન જાપાનની 8 ફેબ્રુઆરી 2026 ની ચૂંટણીના બરાબર બે દિવસ પહેલા આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિએ જાપાનના કોઈ નેતાને ચૂંટણીમાં ખુલ્લેઆમ સમર્થન આપ્યું હોય. સોશિયલ મીડિયા પર સાને તકાઈચીનો ક્રેઝ વધ્યો સોશિયલ મીડિયા પર સાને તકાઈચીને લઈને ‘સાનાકાત્સુ’ નામનો ટ્રેન્ડ પણ ચર્ચામાં છે. તેમાં તેમની ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ, જેમ કે હેન્ડબેગ અને સંસદમાં ઉપયોગમાં લેવાતી ગુલાબી પેન, યુવાનોમાં લોકપ્રિય બની ગઈ છે. એક તાજેતરના સર્વેમાં 30 વર્ષથી ઓછી ઉંમરના 90% થી વધુ મતદારોએ તકાઈચીની તરફેણમાં ઝુકાવ દર્શાવ્યો, જોકે આ વર્ગ સામાન્ય રીતે ઓછું મતદાન કરે છે. લોકોએ બરફવર્ષા વચ્ચે મત આપ્યા રવિવારે મતદાન દરમિયાન ઘણા વિસ્તારોમાં બરફીલા તોફાન જેવી સ્થિતિ રહી. પરિવહન મંત્રાલય અનુસાર, ડઝનબંધ ટ્રેન સેવાઓ રોકવામાં આવી અને 230 સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી. ઘણા મતદાન મથકોને સમય પહેલા બંધ કરવા પડ્યા. તેમ છતાં લોકો બરફ અને કડકડતી ઠંડીમાં મતદાન કરવા પહોંચ્યા. ખાનગી અખબાર નિક્કેઈ અનુસાર, મતદાન સમાપ્ત થવાના ચાર કલાક પહેલા સુધી મતદાન 21.6% રહ્યું, જે 2024ની ચૂંટણી કરતાં 2.65 ટકા પોઈન્ટ ઓછું હતું. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં લોઅર હાઉસનું મતદાન લગભગ 55% ની આસપાસ રહ્યું છે. જો આ વખતે મતદાન વધુ ઘટે છે, તો સંગઠિત વોટિંગ બ્લોક્સની અસર વધુ વધી શકે છે. મતદાન 289 સિંગલ-સીટ બેઠકો પર સીધા મુકાબલાથી થશે, જ્યારે બાકીની બેઠકો પ્રપોશનલ રિપ્રેઝન્ટેશનથી નક્કી થશે. તાકાઇચીએ સંસદ ભંગ કરીને ચૂંટણીની જાહેરાત કરી હતી આ ચૂંટણી એટલા માટે ખાસ છે કારણ કે તે માત્ર જાપાનની આંતરિક રાજનીતિને જ નહીં, પરંતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા, આર્થિક નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ ઊંડી અસર કરશે. 2024ની ચૂંટણીમાં LDPને ભારે નુકસાન થયું હતું અને પૂર્વ વડાપ્રધાન શિગેરુ ઇશિબાની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. ત્યારબાદ 2025માં LDPની પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં તકાઇચીએ જીત મેળવી અને જાપાન ઇનોવેશન પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી. જાન્યુઆરી 2026માં જ્યારે સંસદ સત્ર શરૂ થવાનું હતું, ત્યારે તકાઇચીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સને ભંગ કરી દીધું અને 8 ફેબ્રુઆરીએ ચૂંટણીની જાહેરાત કરી. આ નિર્ણય તે સમયે લેવામાં આવ્યો જ્યારે તેમની મંજૂરી રેટિંગ 70 ટકાથી ઉપર હતી. તકાઇચીનો દાવો છે કે આ ચૂંટણી તેમના રૂઢિચુસ્ત એજન્ડા માટે જનાદેશ મેળવવાનું માધ્યમ છે, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવી, ઇમિગ્રેશન સુધારા અને ચીન પર નિર્ભરતા ઘટાડવાનો સમાવેશ થાય છે. વિપક્ષે મોંઘવારીને મુદ્દો બનાવ્યો, તકાઇચીનું ધ્યાન સુરક્ષા પર ઉમેદવારોની વાત કરીએ તો LDPએ 285 સિંગલ-સીટ ડિસ્ટ્રિક્ટ્સ અને 52 પ્રોપોશનલ રિપ્રેઝન્ટેશન બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. તેમના ગઠબંધન સાથી ઇશિન નો કાઇએ 33 બેઠકો પર દાવ લગાવ્યો છે. તકાઇચી પોતે ટોક્યોથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની લોકપ્રિયતાનો ફાયદો આખી પાર્ટીને મળવાની અપેક્ષા છે. વિપક્ષમાં સેન્ટ્રિસ્ટ રિફોર્મ એલાયન્સ (CRA) પ્રમુખ છે, જેમાં કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેટિક પાર્ટી (CDP) અને કોમેઇતો (જે પહેલા LDPનો સાથી હતો) શામેલ છે. CRA એ 159 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. વિપક્ષી નેતા યુરીકો કોઇકે (કોમેઇતો) અને CDP ના પ્રમુખોએ અર્થતંત્ર, મોંઘવારી અને સોશિયલ વેલફેર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જ્યારે તકાઇચીએ રાષ્ટ્રીય સુરક્ષા અને ઇમિગ્રેશનને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. PM શિગેરુ ઇશિબાએ રાજીનામું કેમ આપ્યું શિગેરુ ઇશિબા સપ્ટેમ્બર 2024માં પીએમ બન્યા હતા. તેઓ પાર્ટીમાં ‘આઉટસાઇડર’ હતા, એટલે કે તેમનો કોઈ ગોડફાધર નહોતો. તેમણે વચન આપ્યું હતું કે મોંઘવારી અને આર્થિક સમસ્યાઓને ઠીક કરશે, પરંતુ તેમનો સમય મુશ્કેલભર્યો રહ્યો. 1. ચૂંટણી હારનો આંચકો: ઓક્ટોબર 2024ની નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ) ચૂંટણીમાં LDP-કોમેઇતો ગઠબંધન બહુમતી હારી ગયું. પછી જુલાઈ 2025ની ઉપલા ગૃહ (હાઉસ ઓફ કાઉન્સિલર્સ) ચૂંટણીમાં પણ ખરાબ હાર થઈ. પાર્ટીને 1955 પછી પહેલીવાર બંને ગૃહોમાં બહુમતી ગુમાવવી પડી. 2. પાર્ટીનું દબાણ: હાર પછી પાર્ટીના આંતરિક લોકો ઇશિબા પર રાજીનામાનું દબાણ કરવા લાગ્યા. તેમનો આરોપ છે કે ઇશિબા ‘ખૂબ ઉદાર’ છે, જ્યારે પાર્ટીને કન્ઝર્વેટિવ નેતા જોઈએ છે. ઇશિબાએ 7 સપ્ટેમ્બર 2025ના રોજ રાજીનામું આપી દીધું. તેમણે કહ્યું- હું પાર્ટીમાં ફૂટ નથી ઈચ્છતો. હવે નવી પેઢીને તક આપીશ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

