જેફ્રી એપસ્ટીન તેની નર્સરીમાં ધતૂરાનો છોડ વાવતો હતો:નશામાં ઉપયોગ થાય છે, ધતૂરાનું ફૂલ ભગવાન શિવ સાથે જોડાયેલું
હાલમાં જાહેર થયેલી એપસ્ટીન ફાઇલ્સના ઇમેઇલ્સમાં, યૌન શોષણનો ગુનેગાર જેફ્રી એપસ્ટીનની ઝેરી છોડમાં રુચિ વિશે ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ઇમેઇલ્સમાં ખાસ કરીને ‘ટ્રમ્પેટ પ્લાન્ટ્સ’ (ધતૂરાનો છોડ) નો ઉલ્લેખ છે. ઇમેઇલ્સમાં એવા લેખો ફોરવર્ડ કરવામાં આવ્યા હતા, જેમાં કોલંબિયામાં તેના ઉપયોગનો ઉલ્લેખ હતો. જણાવવામાં આવ્યું હતું કે તેની અસર હેઠળ વ્યક્તિને ક્યાંય પણ ‘લઈ જઈ’ શકાય છે, કારણ કે તે સંપૂર્ણપણે કન્ટ્રોલમાં આવી જાય છે. હિંદુ પરંપરામાં ધતૂરો ભગવાન શિવ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન જ્યારે વિષ નીકળ્યું, ત્યારે શિવજીએ સંસારની રક્ષા માટે તેને પી લીધું. શિવ મંદિરોમાં ધતૂરાના ફૂલ અને ફળ ચઢાવવામાં આવે છે. એપસ્ટીન ફાઇલ્સમાં ‘ઝોમ્બી ફ્લાવર’ શું છે? ઈમેલના સ્ક્રીનશોટ પરથી જાણવા મળે છે કે તેના ફાઇનાન્સરે આવા છોડમાં રસ દાખવ્યો હતો. ધતૂરાના છોડમાંથી સ્કોપોલામાઇન નામનું રસાયણ નીકળે છે, જે મગજ પર ભારે અસર કરે છે. સ્કોપોલામાઇન યાદશક્તિ નબળી પાડી શકે છે, વ્યક્તિને ભ્રમની સ્થિતિમાં મૂકી શકે છે. આ જ કારણોસર કેટલાક નિષ્ણાતો તેને ‘ઝોમ્બી બ્રીથ’ પણ કહે છે. ઈમેઈલમાં 3 વાર આ છોડનો ઉલ્લેખ પ્રથમ ઈમેઈલ (3 માર્ચ 2014): આ ઇમેઇલ સીધો એપસ્ટીને ‘એન રોડ્રિગ્ઝ’ નામના એક વ્યક્તિને મોકલ્યો હતો. ઇમેઇલમાં તેમણે લખ્યું હતું કે નર્સરીમાં વાવેલા તેમના ટ્રમ્પેટ છોડ વિશે ક્રિસને પૂછો. આનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે એપસ્ટીનની નર્સરીમાં ટ્રમ્પેટ પ્લાન્ટ એટલે કે ધતૂરાના છોડ વાવેલા હતા. બીજો ઇમેઇલ (27 જાન્યુઆરી 2015): એવું કહેવાય છે કે આ ઇમેઇલ ફ્રેન્ચ ફેશન ફોટોગ્રાફર એન્ટોની વેરગ્લાસ દ્વારા આગળ મોકલવામાં આવ્યો હતો. ઇમેઇલ્સમાં જે “ઝોમ્બી ફ્લાવર” નો ઉલ્લેખ છે, તે ખરેખર ટ્રમ્પેટ આકારના છોડ છે. ફોરવર્ડ કરાયેલા એક મેસેજનું શીર્ષક હતું- “સ્કોપોલામીન: કોલંબિયાના જંગલોમાં ઉગતી એક શક્તિશાળી દવા, જે મનુષ્યની ચેતનાનો નાશ કરે છે.” આ મેસેજ ડેઇલી મેલ અને વાઇસના એક રિપોર્ટ સાથે જોડાયેલો હતો. રિપોર્ટમાં સ્કોપોલામીનને એવો પદાર્થ ગણાવવામાં આવ્યો હતો, જેની અસરથી વ્યક્તિ કન્ટ્રોલમાં આવી છે. લેખની કેટલીક પંક્તિઓને ખાસ કરીને ચિહ્નિત કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે આ નશાના પ્રભાવમાં વ્યક્તિને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને તે નાના બાળકની જેમ વર્તન કરવા લાગે છે. ત્રીજો ઇમેઇલ (7 ફેબ્રુઆરી 2022): ત્રીજો દસ્તાવેજ સીધો એપસ્ટીન સાથેની વાતચીત નથી. આ ગિલેરમો ફારિનાસ નામના વ્યક્તિ દ્વારા જુઆન એન્ટોનિયો ગોન્ઝાલેઝને મોકલવામાં આવેલો એક ઇમેઇલ હોવાનું જણાવાયું છે, જેની કોપી જોસેફ મંઝારોને પણ મોકલવામાં આવી હતી. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ લોકો કોણ છે. આમાં મંઝારોએ ડિસેમ્બર 2014ની એક કથિત ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમનો દાવો છે કે તેમને સ્કોપોલામીન નામના નશીલા પદાર્થ દ્વારા બેભાન કરવામાં આવ્યા. આ પદાર્થ કેટલાક ખાસ છોડમાંથી બને છે, જેમાં ટ્રમ્પેટ પ્લાન્ટ એટલે કે ધતૂરો પણ સામેલ છે. નિવેદનમાં સ્પષ્ટપણે સ્કોપોલામીનનું નામ લેવામાં આવ્યું છે. મંઝારોનો આરોપ છે કે તેમને લઈ જઈ રહેલા બે લોકોમાંથી એકે કહ્યું હતું, “મેં તેને પૂરતા પ્રમાણમાં સ્કોપોલામીન આપી દીધું છે.” આ પછી તેણે યાદશક્તિ ગુમાવવા અને ખૂબ જ વધારે ઘેન ચઢવા જેવી સ્થિતિનો દાવો કર્યો છે. હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે ધતૂરાનું ફૂલ હિંદુ પરંપરામાં ધતૂરાનું ફૂલ પવિત્ર માનવામાં આવે છે. તે ભગવાન શિવ સાથે સંકળાયેલું છે. એવી માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર ભગવાન શિવએ પીધું હતું, જેનાથી સૃષ્ટિનું રક્ષણ થયું હતું. ધતૂરાને તે ઝેર સાથે સંકળાયેલું પ્રતીક માનવામાં આવે છે. ભારતમાં ઘણા મંદિરોમાં, ખાસ કરીને મહાશિવરાત્રીના સમયે, ધતૂરાના ફૂલ અને ફળ ચઢાવવામાં આવે છે. જોકે આ છોડ ઝેરી હોય છે, તેમ છતાં તેને આધ્યાત્મિક શક્તિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. જોકે, આ ધાર્મિક મહત્વનો એપસ્ટીન ફાઇલોમાં જણાવેલ સંદર્ભ સાથે કોઈ સીધો સંબંધ નથી. ભારતીય છોકરી પણ એપસ્ટીનનો શિકાર બની, નવી ફાઇલોમાં ખુલાસો યૌન શોષણનો ગુનેગાર જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલી નવી ફાઇલોમાં ખુલાસો થયો છે કે એક ભારતીય છોકરી પણ તેનો શિકાર બની હતી. દસ્તાવેજો અનુસાર, અમેરિકી અધિકારીઓએ તેને પીડિત વળતર ફંડમાંથી ચુકવણી અપાવવા માટે ભારતમાં શોધ શરૂ કરી હતી. 13 જાન્યુઆરી 2020 ના એક ઈમેલમાં અમેરિકી અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત સામે આવી છે. તેમાં ભારતમાં રહેતી પીડિતાનું સરનામું અને માહિતી એકત્રિત કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી ભારતમાં સ્થિત અમેરિકી દૂતાવાસ દ્વારા તેનો સંપર્ક કરી શકાય. આ ઈમેલ એપસ્ટીનના ઓગસ્ટ 2019માં જેલમાં થયેલા મૃત્યુ પછીનો છે. રિલીઝ કરાયેલા દસ્તાવેજોમાં આ મેલનું શીર્ષક ‘એપસ્ટીન વિક્ટિમ્સ’ છે, જોકે અધિકારીઓના નામ અને કેટલીક માહિતી છુપાવવામાં આવી છે. કોણ હતો જેફ્રી એપસ્ટીન? જેફ્રી એપસ્ટીન ન્યૂયોર્કનો કરોડપતિ ફાઇનાન્સર હતો. તેની મોટા નેતાઓ અને સેલિબ્રિટીઝ સાથે મિત્રતા હતી. તેના પર 2005માં સગીર છોકરીનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો. 2008માં તેને સગીર પાસેથી સંબંઘ બાંધવાની માંગણી કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો. તેને 13 મહિનાની જેલ થઈ. 2019માં જેફરીને સેક્સ ટ્રાફિકિંગના આરોપોમાં ધરપકડ કરવામાં આવી. પરંતુ કેસ પહેલા જ તેણે જેલમાં આત્મહત્યા કરી લીધી. તેની પાર્ટનર ગિસ્લીન મેક્સવેલને 2021માં તેની મદદ કરવાના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવી. તે 20 વર્ષની સજા ભોગવી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

