જેલમાં બંધ રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતરી ઇન્ડસ્ટ્રી:સોનુ સૂદ પછી ગુરમીત ચૌધરી અને ફિલ્મ ફેડરેશને મદદની અપીલ કરી

Last Updated: February 11, 2026By

9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં આત્મસમર્પણ કર્યા બાદથી અભિનેતા રાજપાલ યાદવ તિહાર જેલમાં બંધ છે. અભિનેતા હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અને તેમની પાસે પાછા આપવા માટે આટલી મોટી રકમ નથી. આ સમાચાર સામે આવ્યા બાદ અભિનેતા સોનુ સૂદે રાજપાલ યાદવને ફિલ્મમાં સાઈન કરીને એક મોટી સાઈનિંગ અમાઉન્ટ આપી હતી અને સાથે જ અન્ય પ્રોડ્યુસર્સને મદદ માટે આગળ આવવાની અપીલ કરી હતી. ત્યારથી જ રાજપાલ યાદવને દેશભરમાંથી આર્થિક મદદ મળી રહી છે. ફિલ્મ ફેડરેશને પ્રોડ્યુસર્સને મદદની અપીલ કરી બુધવારે FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ) એ તમામ પ્રોડ્યુસર્સને અપીલ કરી છે કે તેઓ જલદીથી જલદી રાજપાલ યાદવની મદદ કરે. ફેડરેશન દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે, રાજપાલ યાદવ માત્ર એવા પ્રખ્યાત અભિનેતા જ નથી જેમણે પોતાની અભિનય પ્રતિભાથી લાખો લોકોને ખુશી અને હાસ્ય આપ્યું છે, પરંતુ તેઓ ઇન્ડસ્ટ્રીના એક સમર્પિત સભ્ય પણ છે, જેમણે દાયકાઓની મહેનત અને યાદગાર ભૂમિકાઓ દ્વારા ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શ્રી રાજપાલ યાદવ આ સમયે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેમાં વધતી જવાબદારીઓ અને કારાવાસ પણ સામેલ છે. આ સ્થિતિ તેમના ચારિત્ર્ય કે ઇમાનદારીને દર્શાવતી નથી, પરંતુ તે એવી પરિસ્થિતિઓનું પરિણામ છે જે નિયંત્રણ બહાર થઈ ગઈ. આગળ લખવામાં આવ્યું છે કે, ‘આ નિર્ણાયક ઘડીમાં FWICE માને છે કે આ સમય છે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પોતાના એક સાથી પ્રત્યે એકતા, કરુણા અને સામૂહિક જવાબદારીનો પરિચય આપે. આર્થિક સંકટ કોઈને પણ અસર કરી શકે છે, ભલે તેનું કદ કે સફળતા ગમે તે હોય. એક બિરાદરી તરીકે આપણી ઓળખ એ વાતથી નક્કી થાય છે કે આપણે જરૂરિયાતના સમયે આપણા સહયોગીઓ સાથે કેવી રીતે ઊભા રહીએ છીએ.’ ગુરમીત ચૌધરીએ પણ કરી અપીલ એક્ટર ગુરમીત ચૌધરીએ રાજપાલ યાદવનું સમર્થન કરતા લખ્યું છે કે, મને એ જોઈને ખૂબ દુઃખ થાય છે કે આટલા સિનિયર અને અત્યંત પ્રતિભાશાળી કલાકાર રાજપાલ યાદવ આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે આપણને અગણિત સ્મિત, હાસ્ય અને યાદગાર પળો આપી છે. આજે તેમને આપણી જરૂર છે. આગળ ગુરમીત લખે છે, એક સાથી કલાકાર અને માણસ હોવાના નાતે, હું મારી તરફથી શક્ય તમામ મદદ કરવા આગળ આવી રહ્યો છું. હું તમામ પ્રોડ્યુસરો, ડિરેક્ટરો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને, માનવતા અને કરુણા સાથે, કોઈ રસ્તો શોધીએ. આપણી ઇન્ડસ્ટ્રી એક પરિવાર છે, અને પરિવાર પોતાના લોકોને એકલા છોડતો નથી. સૌથી પહેલા સોનુ સૂદે મદદ કરી રાજપાલ યાદવ એક ખૂબ જ પ્રતિભાશાળી એક્ટર છે, જેમણે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણા યાદગાર અને અવિસ્મરણીય કામ આપ્યા છે. ક્યારેક-ક્યારેક જિંદગી અન્યાયી બની જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, કોઈમાં ટેલેન્ટની કમી છે, પરંતુ સમય ક્યારેક ખૂબ કઠોર હોઈ શકે છે. તેઓ મારી ફિલ્મનો ભાગ હશે અને મારું માનવું છે કે આ એ સમય છે, જ્યારે આપણે બધા પ્રોડ્યુસર, ડિરેક્ટર અને સહયોગી એકસાથે ઊભા રહીએ. જે નાની સાઇનિંગ અમાઉન્ટ આપવામાં આવશે, જેને ભવિષ્યના કામના હિસાબે એડજસ્ટ કરી શકાય છે, તે કોઈ દાન નથી, પરંતુ આ તેમનું સન્માન અને ગરિમા છે. જ્યારે આપણા પોતાનામાંથી કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય, ત્યારે ઇન્ડસ્ટ્રીએ તેને યાદ અપાવવું જોઈએ કે તે એકલો નથી. આ રીતે આપણે બતાવી શકીએ છીએ કે, આપણે માત્ર એક ઇન્ડસ્ટ્રી નહીં, પરંતુ એક પરિવાર છીએ. તેજ પ્રતાપ યાદવે આપી 11 લાખ રૂપિયાની મદદ રાજપાલ યાદવને મદદની જાહેરાત કરતા રાજકારણી તેજ પ્રતાપ યાદવે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, મને હમણાં જ મારા મોટા ભાઈ રાવ ઇન્દ્રજીત યાદવજીની પોસ્ટ દ્વારા માનનીય રાજપાલ યાદવજીના પરિવારની પીડા વિશે જાણકારી મળી. આ અત્યંત મુશ્કેલ સમયમાં હું અને મારો આખો JJD (જન શક્તિ જનતા દળ) પરિવાર, તેમના શોકગ્રસ્ત પરિવાર સાથે સંપૂર્ણ સંવેદના અને મજબૂતીથી ઊભા છીએ. માનવીય કરુણા અને સહયોગની ભાવનાથી, હું JJD પરિવાર વતી ₹11,00,000 (અગિયાર લાખ રૂપિયા) ની આર્થિક સહાય તેમના પરિવારને પ્રદાન કરી રહ્યો છું. ‘અહિંયા કોઈ કોઈનો મિત્ર નથી’ માત્ર સોનુ સૂદ જ નહીં ‘જેમ્સ ટૂન મ્યુઝિક’ના માલિક રાવ ઇન્દ્રજીત સિંહ યાદવે પણ રાજપાલ યાદવની મદદ માટે 1.11 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપી છે. તેણે માત્ર એક કલાકાર તરીકે જ નહીં, પરંતુ એક માણસ તરીકે પણ રાજપાલ યાદવનો સાથ આપ્યો. વાસ્તવમાં, ‘બોલિવૂડ હંગામા’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના રિપોર્ટ અનુસાર, સરેન્ડર કરતા પહેલા જ્યારે રાજપાલ યાદવને તેના કાનૂની કેસ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, ‘સર, શું કરું? મારી પાસે પૈસા નથી. અને કોઈ ઉપાય દેખાતો નથી.’ જ્યારે તેને એ પણ પૂછવામાં આવ્યું કે, તેણે પોતાના મિત્રો જેવા કે, પ્રિયદર્શન પાસેથી મદદ કેમ ન માંગી? ત્યારે રાજપાલે કહ્યું, ‘સર, અહીં આપણે બધા એકલા છીએ. કોઈ મિત્ર નથી. મારે આ સંકટનો સામનો જાતે જ કરવો પડશે.’ આખો મામલો શું છે? ખરેખર, આ ચેક બાઉન્સનો મામલો વર્ષ 2010નો છે. રાજપાલ યાદવે ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે પ્રાઈવેટ કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી લગભગ 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી અને લોન ચૂકવવામાં વિલંબ થયો હતો.