જેલમાં 50-60 લોકો વચ્ચે એક જ બાથરૂમ અને ગરોળીઓ!:સલમાને 'અલાયન્સ'માં યાદ કર્યા દર્દનાક દિવસો, ભાઈ સોહેલની પૂર્વ પત્ની પર પણ નિશાન સાધ્યું
બોલિવૂડ સ્ટાર સલમાન ખાને તાજેતરમાં પહેલીવાર રિયાલિટી શો હોસ્ટ કરી રહેલા એક્ટર રિતેશ દેશમુખની મજાક ઉડાવી છે. નાના ભાઈ સોહેલને સપોર્ટ કરવા પહોંચેલા સલમાને તેની પૂર્વ પત્ની પર પણ કટાક્ષ કર્યો છે. તેનું કહેવું છે કે, સોહેલે છૂટાછેડાનો આરોપ પોતાના પર લીધો, પરંતુ તેણે બધી જ વસ્તુઓ જોઈ હતી. સોહેલ ખાન OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમના રિયાલિટી શો ‘અલાયન્સ’નો ભાગ બન્યો છે. સલમાન ખાન, તાજેતરમાં સોહેલ ખાનને મળવા શોમાં પહોંચ્યો. શોમાં તે ઘણા દિવસો પછી ભાઈને મળીને ભાવુક થઈ ગયા. આવતાની સાથે જ તેણે કહ્યું- ‘ચિંતા ન કરો, હું અહીં હોસ્ટ નથી.’ આ દરમિયાન તેણે શોના વખાણ કરતા રિતેશની મજાક ઉડાવીને કહ્યું- ‘મને રિતેશ દેશમુખની નોકરી જોખમમાં લાગી રહી છે.’ સલમાનનો કટાક્ષ, નેટફ્લિક્સના શો ‘લોકઅપ 2’ પર હતો, જેને રિતેશ હોસ્ટ કરી રહ્યો છે. સોહેલની પૂર્વ પત્ની પર પ્રશ્નો ઉઠાવ્યા શો સાથે જોડાયેલો એક નવો પ્રોમો પણ સામે આવ્યો છે, જેમાં સલમાન સોહેલને પૂછી રહ્યો છે કે, ‘શું તું હજુ પણ સીમાની વાત સાંભળે છે?’ ત્યારબાદ તેણે કહ્યું- ‘ખબર નથી કહેવું જોઈએ કે નહીં. પરંતુ મારા મહાન ભાઈએ બધો દોષ પોતાના માથે લઈ લીધો, પણ એક ભાઈ તરીકે હું જાણું છું કે તેણે કેટલો પ્રયાસ કર્યો. હું જાણું છું કે અમે શું જોયું છે? આખા સમય દરમિયાન તે પોતાના પર વસ્તુઓ લેતો ગયો.’ નોંધનીય છે કે, સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સચદેવ પણ શોમાં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે પહોંચી હતી. જ્યારે શોમાં સીમાની એન્ટ્રી થઈ, ત્યારે સોહેલે તેના વખાણ કર્યા હતા. હોસ્ટ કુણાલ ખેમુએ સોહેલને પૂછ્યું હતું કે, સીમાને શોમાં જોઈને તેને કેવું લાગી રહ્યું છે? આના પર સોહેલ ખાને કહ્યું હતું કે, તેણે સીમા સાથે પોતાની જિંદગીના 25 વર્ષ વિતાવ્યા છે. તેણે સીમાને એક સુંદર અને સારા હૃદયવાળી મહિલા ગણાવી. સોહેલે એ પણ કહ્યું હતું કે, જો તેમના સંબંધમાં ક્યારેય કોઈ ભૂલ થઈ હશે, તો તે તેના તરફથી થઈ હશે. જેલના દિવસો યાદ કરીને ભાવુક થયો સલમાન આ દરમિયાન સલમાન ખાને પોતાના જેલના અનુભવ વિશે પણ વાત કરી. તેણે સોહેલ અને અન્ય કેદીઓને કહ્યું, ‘વર્ષો પહેલા, જ્યારે હું જેલમાં ગયો હતો, ત્યારે સામે સળિયા હતા. ત્યાં એક સાથે 50-60-60 લોકો માટે એક બાથરૂમ હતું. ઇન્ડિયન સ્ટાઇલ કમોડ હતું, જ્યાં ગરોળી હતી. ત્યાં આખો સમય ઉપર સુધી ગંદકી ભરેલી રહેતી હતી.’ શોમાં સલમાને સોહેલના વજન ઘટવા પર સવાલ કર્યો. જ્યારે અન્ય સ્પર્ધકોએ જણાવ્યું કે, સોહેલે 12 કિલો વજન ઓછું કર્યું છે, ત્યારે સલમાને જણાવ્યું કે, તેણે પણ 16 કિલો વજન ઘટાડ્યું છે. શો અલાયન્સ વિશે-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

