જોસ બટલરે રોહિતને પાછળ છોડ્યો:બ્રુકની 42 બોલમાં સદી, ઇંગ્લેન્ડની T-20માં શ્રીલંકા સામે સતત 13મી જીત

Last Updated: September 17, 2026By

ઇંગ્લેન્ડે મંગળવારે પ્રથમ T-20 મુકાબલામાં શ્રીલંકાને 119 રનથી હરાવ્યું. આ ઇંગ્લેન્ડની શ્રીલંકા સામે T-20 મેચમાં સતત 13મી જીત છે. હેરી બ્રુકે સાઉથમ્પ્ટનમાં રમાયેલા આ મુકાબલામાં 42 બોલમાં સદી ફટકારી. તેણે આ ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. જોસ બટલરે 80 રનની ઇનિંગ્સ રમી. બટલરે T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો. તેના 161 મેચમાં 4,292 રન છે. રોહિતના નામે 4,231 રન છે. પાકિસ્તાનનો બાબર આઝમ 4,596 રન સાથે આ યાદીમાં પ્રથમ સ્થાને છે. કેપ્ટન બ્રૂક અને બટલરની મદદથી ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 254 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાની ટીમ 19 ઓવરમાં 135 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. બ્રૂકને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. બ્રૂકની ઇંગ્લેન્ડ માટે સંયુક્ત બીજી સૌથી ઝડપી T20 સદી હેરી બ્રુકે 49 બોલમાં અણનમ 114 રન બનાવ્યા. તેણે 42 બોલમાં સદી પૂરી કરી, જે ઇંગ્લેન્ડ માટે T20 ઇન્ટરનેશનલમાં સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી સદી છે. લિયામ લિવિંગસ્ટોન પણ 42 બોલમાં સદી ફટકારી ચૂક્યા છે. ફિલ સોલ્ટના નામે 39 બોલમાં સદીનો રેકોર્ડ છે. બ્રુકની આ વર્ષે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ત્રીજી સદી હેરી બ્રુકની આ વર્ષે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ત્રીજી સદી છે. તેણે ફેબ્રુઆરીમાં T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 50 બોલમાં સદી ફટકારી હતી. જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં અણનમ 136 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં ઇંગ્લેન્ડનો બીજો સૌથી મોટો સ્કોર ઇંગ્લેન્ડે પાવરપ્લેમાં 90 રન બનાવ્યા. આ T-20 ઇન્ટરનેશનલમાં તેનો બીજો સૌથી મોટો પાવરપ્લે સ્કોર છે. ઇંગ્લેન્ડનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર 91 રન છે, જે તેણે 2022માં ટ્રેન્ટ બ્રિજમાં વેસ્ટ ઇન્ડિઝ સામે બનાવ્યો હતો. ડેબ્યૂ મેચમાં બેકરનો પ્રભાવ 23 વર્ષીય સોની બેકરે પોતાની ડેબ્યૂ ટી20 મેચમાં મેડન ઓવરથી શરૂઆત કરી. તેણે 145 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી અને 12 રન આપીને 3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડના તમામ છ બોલરોને ઓછામાં ઓછી એક વિકેટ મળી. શ્રીલંકા તરફથી વેલાલાગેએ 21 બોલમાં 33 રન બનાવ્યા, પરંતુ ટીમ લક્ષ્યની નજીક પહોંચી શકી નહીં. શ્રીલંકન બોલરો મોંઘા સાબિત થયા શ્રીલંકાના વેલાલાગેએ ત્રણ ઓવરમાં 51 રન આપ્યા. તીક્ષ્ણા પણ ઇંગ્લેન્ડના બેટર્સ પર દબાણ બનાવી શક્યા નહીં. ઇંગ્લેન્ડે સતત મોટા શોટ લગાવ્યા અને 254 રનનો સ્કોર બનાવ્યો. ———————————————————————— સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… અભિષેક શર્માએ પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાનને પાછળ છોડ્યો:ICC T20 રેન્કિંગમાં નંબર-2 બેટ્સમેન બન્યા, હવે ટોપ-2 પોઝિશન પર ભારતીય પ્લેયર અફઘાનિસ્તાન સામેની શરૂઆતની બે T-20 મેચોમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા તાજેતરની ICC T-20 બેટિંગ રેન્કિંગમાં નંબર-2 પર પહોંચી ગયા છે. તેમણે પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાનને પાછળ છોડ્યા છે. ઈશાન કિશન પહેલાની જેમ નંબર-1 પર યથાવત છે. એટલે કે હવે T-20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ટોપ-2 બેટ્સમેન ભારતના થઈ ગયા છે. સંપૂર્ણ સમાચાર વાંચો