જો તમે ગુજરાતી ભોજનના શોખીન છો, તો ખાસ શિયાળાની તિરૂપતિ તેલમાં બનેલી રેસિપી જરૂર અજમાવો
ઠંડીની શરૂઆત થતા જ દરેક ઘરમાં શિયાળાની ખાસ વાનગીઓ બનવાની શરૂઆત થઈ જાય છે. જ્યારે આપણે ગુજરાતી ભોજનની વાત કરીએ ત્યારે ઢોકળા, ફાફડા, હાંડવો અને વિવિધ ફરસાણ તરત જ યાદ આવે છે, પરંતુ શિયાળામાં જે વાનગી ખાસ સ્થાન ધરાવે છે તે છે પોંક વડા. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવતી આ વાનગી સ્વાદ અને પોષણ બંનેમાં ભરપૂર છે.
ખાસ કરીને સુરતના ફેમસ પોંક વડા તો શિયાળાની ઓળખ સમાન છે. આ વાનગી માત્ર શિયાળામાં જ બનતી હોવાથી તેની રાહ આખું વર્ષ જોવામાં આવે છે. ઠંડીમાં ગરમ-ગરમ પોંક વડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે અમે તમને ઘરે જ સરળ રીતે બનતી સુરતના ફેમસ પોંક વડાની રેસિપી જણાવી રહ્યા છીએ.
પોંક વડા બનાવવાની સામગ્રી
1 કપ ચણા ની દાળ (4–5 કલાક પલાળેલી)
1 કપ જુવાર નો લીલો પોંક
1 ટી સ્પૂન લસણ ની પેસ્ટ
1 ટી સ્પૂન આદું ની પેસ્ટ
1 ટી સ્પૂન લીલા મરચા ની પેસ્ટ
ઝીણા સમારેલા લીલા મરચાં
2 ટેબલ સ્પૂન ચોખા નો લોટ
1/4 ટી સ્પૂન હિંગ
1 ટી સ્પૂન અધકચરી પીસેલી વરિયાળી
1 ટી સ્પૂન અધકચરા પીસેલા સૂકા ધાણા
1/2 ટી સ્પૂન પીસેલા મરી
2 ટી સ્પૂન ખાંડ
1 કપ લીલી ડુંગળી
1 કપ લીલું લસણ
1/4 કપ કોથમીર
મીઠું સ્વાદાનુસાર
1/2 લીંબુ નો રસ
1/8 ટી ચમચી બેકિંગ સોડા
2 ટી સ્પૂન તેલ
તળવા માટે તિરૂપતિ તેલ
પોંક વડા બનાવવાની રીત:
એક બાઉલમાં પીસેલી ચણાની દાળ, ક્રશ કરેલો પોંક તથા અલગ રાખેલો આખો પોંક ઉમેરો.
થોડા પોંકને સાઇડમાં રાખી ને બાકીના પોંક ક્રશ કરી લો
એક બાઉલમાં પીસેલી ચણાની દાળ અને ક્રશ કરેલો પોંક અને અલગ રાખેલો આખો પોંક ઉમેરો.
ત્યાર બાદ તેમા સમારેલી લીલી ડુંગળી, આદું–મરચાં–લસણની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલા મરચાં નાખી સારી રીતે મિક્સ કરો.
હવે તેમા અધકચરા વાટેલા સૂકા ધાણા, વરિયાળી, મરી, હળદર અને મીઠું ઉમેરો.
ચોખા નો લોટ, હિંગ અને ખાંડ ઉમેરો, પછી લીલું લસણ અને સમારેલી કોથમીર નાખી મિક્સ કરો.
છેલ્લે 2 ટી સ્પૂન તેલ, ચપટી બેકિંગ સોડા અને ઉપરથી લીંબુનો રસ ઉમેરો. બધું હલાવી ખીરુ તૈયાર કરો.
હવે કડાઈમાં તિરૂપતિ તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે હાથથી વડાની શેપ આપી મધ્યમથી ધીમી આંચ પર તળો, જેથી અંદર સુધી સારી રીતે પકાય અને કાચા ન રહે.
તૈયાર પોંક વડા લીલી ચટણી સાથે સર્વ કરો.
બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા પોંક વડા શિયાળામાં ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તિરૂપતિ તેલમાં બનેલા પોંક વડા સ્વાદ સાથે સાથે હેલ્થ માટે પણ યોગ્ય પસંદગી બને છે. રોજની રસોઈ માટે હળવું અને ઉપયોગી એવું તિરૂપતિ તેલ શિયાળાની ખાસ વાનગીઓનો સ્વાદ બમણો કરી દે છે.
Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.
તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://shop.tirupatioils.com/shop/
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

