ઝરણા નીચે નહાતી દેખાઈ મોનાલિસા:પતંગિયાઓ સાથે રમી, આગની જ્વાળાઓ વચ્ચે ફાઈટિંગ કરી; મહાકુંભ ગર્લની ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર'નું ટ્રેલર લોન્ચ

Last Updated: February 10, 2026By

મહાકુંભમાં માળા વેચતી વખતે વાઇરલ થયેલી મોનાલિસાની ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ટ્રેલર સિવિલ લાઇન્સની એક હોટલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મની હિરોઈન મોનાલિસા, હિરો અમિત રાવ, અભિષેક ત્રિપાઠી, દિનેશ ત્રિવેદી અને ડિરેક્ટર સનોજ મિશ્રા હાજર રહ્યા હતા. ફિલ્મમાં મોનાલિસા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં લવ સ્ટોરી અને એક દીકરીના સંઘર્ષોને દર્શાવવામાં આવ્યા છે. મોનાલિસા તેમાં સેનાના અધિકારીની દીકરીનો રોલ ભજવી રહી છે. ફિલ્મનું શૂટિંગ વર્ષ-2025માં શરૂ થયું હતું. ફિલ્મના મુખ્ય લોકેશનમાં ઇટાવાનો રાજા સુમેર સિંહ કિલ્લો અને દેહરાદૂનના જંગલો છે. ફિલ્મ એપ્રિલના પહેલા અઠવાડિયામાં રિલીઝ થશે. પહેલા જુઓ ટ્રેલરના 3 PHOTOS હવે જાણો ટ્રેલરમાં શું છે ‘ધ ડાયરી ઓફ મણિપુર’ મોનાલિસાની પહેલી ફિલ્મ છે. તેના ટ્રેલરની શરૂઆત પણ મોનાલિસાથી જ થાય છે. તેની કાજલભરી આંખોની ઝલકથી લઈને ડાન્સ અને અદાઓ બધું જ જોવાલાયક છે. મોનાલિસાની આ ફિલ્મની કહાની પણ દમદાર લાગી રહી છે. ટ્રેલરમાં શરૂઆતમાં મણિપુરની એકલી છોકરી મોનાલિસાને બતાવવામાં આવી છે. બેકગ્રાઉન્ડમાં જણાવવામાં આવે છે કે- મોનાલિસાને ખબર નથી કે તેની જિંદગીમાં અજાણ્યું તોફાન આવવાનું છે. અત્યાર સુધી મોનાલિસા એકલી હતી. તેના મિત્રો હતા પ્રાણીઓ, વૃક્ષો, પતંગિયા અને તેણે બનાવેલું એક પૂતળું, જેની સાથે તે રમતી રહેતી હતી. ઝરણામાંથી પાણી ભરતી અને નહાતી પણ દેખાઈ. આ દરમિયાન મણિપુરમાં બે સમુદાયો કુકી અને મૈતેઈ વચ્ચે વિવાદ વધી ગયો. ધર્મ પરિવર્તનના મુદ્દે મણિપુરમાં આગ ભડકવા લાગી. ચારેય તરફ વિરોધ-પ્રદર્શનો વચ્ચે રાજનીતિ ગરમાવા લાગી. જાતિ, ધર્મ અને આરક્ષણ આખી કહાનીમાં ટ્વિસ્ટ લઈને આવ્યા. આ જ યુદ્ધમાં મોનાલિસાની લવ સ્ટોરી શરૂ થાય છે. પછી મણિપુરમાં માનવતાના યુદ્ધમાં મોનાલિસા પણ ઝંપલાવે છે. આમાં મણિપુરના જૂના ઇતિહાસ અને રાજકારણ વિશે બતાવવામાં આવ્યું છે. પહેલી ફિલ્મ પ્રમાણે અને કોઈ લાંબી એક્ટિંગ ટ્રેનિંગ વગર પણ મોનાલિસાનું કામ સારું દેખાઈ રહ્યું છે. હવે જાણો ફિલ્મ વિશે… ફિલ્મ મણિપુરનું મોટાભાગનું શૂટિંગ નેપાળ, મણિપુર, યુકેમાં થયું છે. શૂટિંગ મે- 2025માં શરૂ થયું હતું. 4 શેડ્યૂલમાં આખી ફિલ્મ શૂટ કરવામાં આવી છે. અઢી કલાકની ફિલ્મમાં કુલ 5 ગીતો છે. ફિલ્મમાં મોનાલિસાનું નામ અંગદ છે. તેનું બજેટ 10 કરોડ છે. ડિરેક્ટર માઘ મેળામાં ટ્રેલર લોન્ચ કરવા માગતા હતા
ડિરેક્ટર સનોજ મિશ્રા ફિલ્મના ટ્રેલરને માઘ મેળામાં લોન્ચ કરવા માગતા હતા, પરંતુ પ્રશાસને તેની પરવાનગી આપી ન હતી. પ્રશાસને કહ્યું કે પોલીસ વિભાગનો જે રિપોર્ટ આવ્યો છે, તે મુજબ વધુ ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમને પરવાનગી મળી શકશે નહીં. 15 ફેબ્રુઆરી પછી ભીડ ઓછી થશે, ત્યારે તમને પરવાનગી મળી જશે. આના પર ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાએ કહ્યું કે કોઈ વાંધો નહીં, મને પરવાનગી નથી જોઈતી. હું CM સાહેબ સાથે વાત કરીશ. મારી વિરુદ્ધ કયો રિપોર્ટ આવ્યો છે? શું હું આતંકવાદી છું? હું દેશ માટે કામ કરી રહ્યો છું. સનાતન ધર્મ માટે કામ કરી રહ્યો છું. આ તો બહુ ખોટી વાત છે. એક વણજારણ છોકરીને તાલીમ આપીને ફિલ્મમાં લાવ્યો છું. હવે જાણો કે કેવી રીતે મોનાલિસા મહાકુંભમાં પ્રખ્યાત થઈ… મધ્યપ્રદેશની રહેવાસી છે મોનાલિસા
મોનાલિસા મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વરની રહેવાસી છે. મોનાલિસા અને તેમનો પરિવાર પ્રયાગરાજ મહાકુંભમાં માળા વેચવા ગયો હતો. પોતાની આંખો અને સાદગીને કારણે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ ગઈ. ત્યારથી તેના વીડિયો ઘણા જોવાઈ રહ્યા છે. તે એટલી પ્રખ્યાત થઈ કે તેની તસવીરોવાળી ટી-શર્ટ પણ વેચાવા લાગી. બાદમાં તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે તે મીડિયાકર્મીઓ અને ઘણા લોકોથી પરેશાન થઈ ગઈ હતી. તેની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. મોનાલિસાએ કહ્યું- મને ત્યાં સારું લાગી રહ્યું હતું, પણ હું માળા વેચી શકતી નહોતી. લોકો મને ઘેરી લેતા હતા. આનાથી પરેશાન થઈને તે મહાકુંભ છોડીને ઘરે પાછી ફરી હતી.