ટાટા કેપિટલને ત્રીજા ક્વાર્ટરમાં 1,285 કરોડનો નફો:વાર્ષિક ધોરણે 39%નો વધારો, કમાણી 7% વધીને ₹5,786 કરોડ થઈ
ટાટા ગ્રુપની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) ટાટા કેપિટલને નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરમાં 1,285 કરોડ રૂપિયાનો નફો થયો છે. વાર્ષિક ધોરણે તેમાં 39%નો વધારો થયો છે. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં કંપનીને 922 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે કંપનીની કમાણીમાં 7%નો વધારો થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જિયો ફાઇનાન્સિયલે 5,786 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો 5,375 કરોડ રૂપિયા હતો. ટાટા કેપિટલ રિઝલ્ટની 3 મોટી વાતો ટાટા સન્સની ટાટા કેપિટલમાં 93% હિસ્સેદારી ટાટા સન્સ, ટાટા કેપિટલની હોલ્ડિંગ કંપની છે. તેની પાસે ટાટા કેપિટલમાં લગભગ 93% હિસ્સેદારી છે. બાકીની હિસ્સેદારી ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ અને ટ્રસ્ટો પાસે છે. ટાટા કેપિટલને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી અપર લેયર NBFC (નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની)નો દરજ્જો મળ્યો છે. 1991માં શરૂ થઈ હતી ટાટા કેપિટલ ટાટા કેપિટલ લિમિટેડની સત્તાવાર સ્થાપના 8 માર્ચ 1991 ના રોજ થઈ હતી. શરૂઆતમાં તેનું નામ ‘પ્રાઇમલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ’ હતું. કંપનીએ તેની લોન આપવાની મુખ્ય પ્રવૃત્તિઓની શરૂઆત સપ્ટેમ્બર 2007માં કરી હતી. કંપનીએ વર્ષ 2025માં પોતાનો IPO લોન્ચ કર્યો અને તેના શેર 13 ઓક્ટોબર 2025 ના રોજ ભારતીય શેરબજાર પર લિસ્ટ થયા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

