ટાટા સન્સની વાર્ષિક સામાન્ય સભા ટળી:સર રતન ટાટા ટ્રસ્ટ કોરમની શરત પૂરી કરી શક્યું નહીં, 3 મોટા નિર્ણયો અટકી શકે છે

Last Updated: August 18, 2026By

મુંબઈમાં ટાટા ગ્રુપના મુખ્યાલય ‘બોમ્બે હાઉસ’માં આજે 18 ઓગસ્ટે યોજાનારી ટાટા સન્સની એન્યુઅલ જનરલ મીટિંગ (વાર્ષિક સામાન્ય સભા) મુલતવી રાખવામાં આવી છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન સભામાં હાજરી આપવા સવારે જ પહોંચી ગયા હતા, પરંતુ કાનૂની અને ટેકનિકલ અડચણોને કારણે આ બેઠક કોઈ પણ નિર્ણય વિના સ્થગિત થઈ ગઈ. રોઇટર્સે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. આ ઘટનાક્રમ અને ટાટા ગ્રુપના ભવિષ્ય પર તેની અસરને સમજવા માટે વાંચો આ QA રિપોર્ટ: પ્રશ્ન 1. ટાટા સન્સની આજે 18 ઓગસ્ટે યોજાનારી AGM શા માટે મુલતવી રાખવામાં આવી? જવાબ: કંપનીના નિયમો અનુસાર, AGMનું કોરમ પૂરું કરવા માટે ઓછામાં ઓછા 5 સભ્યોની વ્યક્તિગત હાજરી જરૂરી છે. તેમાં સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT) અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) દ્વારા સંયુક્ત રીતે નામાંકિત પ્રતિનિધિની હાજરી ફરજિયાત છે. બોર્ડ મીટિંગ ન થઈ શકવાને કારણે આ ટ્રસ્ટો સંયુક્ત પ્રતિનિધિ નક્કી કરી શક્યા નથી. આ નિયમ ત્યાં સુધી લાગુ છે જ્યાં સુધી બંને ટ્રસ્ટો પાસે ટાટા સન્સનો ઓછામાં ઓછો 40% હિસ્સો છે. વર્તમાનમાં SRTT અને SDTT પાસે 51% અને સમગ્ર ટાટા ટ્રસ્ટ્સ નેટવર્ક પાસે 66% હિસ્સો છે. પ્રશ્ન 2. સર રતન ટાટા ટ્રસ્ટ તેની મીટિંગ કેમ કરી શકતું નથી? જવાબ: મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરે મે મહિનામાં SRTT બોર્ડની રચનાની તપાસના સંબંધમાં નિર્દેશો જાહેર કર્યા હતા. ત્યારથી ટ્રસ્ટની બેઠક થઈ શકી નથી. આ જ કારણોસર સંયુક્ત પ્રતિનિધિના નામ પર મહોર લાગી શકી નથી. પ્રશ્ન 3. આ આખો કાનૂની વિવાદ કયા કાયદા અને નિયમ સાથે જોડાયેલો છે? જવાબ: આ મામલો મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ્સ એક્ટની કલમ 30A (2) સાથે સંબંધિત છે, જેને 2025ના સુધારા દ્વારા લાવવામાં આવ્યો હતો. આ નિયમ પબ્લિક ટ્રસ્ટના બોર્ડમાં આજીવન અથવા કાયમી ટ્રસ્ટીઓની સંખ્યા કુલ ટ્રસ્ટીઓના એક-ચતુર્થાંશ (25%) સુધી મર્યાદિત કરે છે. SRTTનો તર્ક છે કે આ નિયમ નવો છે અને તેને જૂની નિમણૂકો પર લાગુ કરી શકાતો નથી. પ્રશ્ન 4. AGM મુલતવી રાખવાથી કંપનીના કયા મુખ્ય નિર્ણયો પર અસર પડશે? જવાબ: મીટિંગ મુલતવી રાખવાથી ત્રણ મહત્વપૂર્ણ એજન્ડા અટકી જશે: પ્રશ્ન 5. એન ચંદ્રશેખરનનું પદ અને ઉત્તરાધિકારીની સ્થિતિ શું રહેશે? જવાબ: એન ચંદ્રશેખરને 12 ઓગસ્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ટાટા સન્સના ‘ચેરમેન’ પદ પરથી હટી રહ્યા છે અને આગામી કાર્યકાળ નહીં લે. પરંતુ તેઓ ટાટા સન્સના ‘ડિરેક્ટર’ પણ છે. નિયમ મુજબ, AGM સ્થગિત થવા પર તેઓ ત્યાં સુધી ડિરેક્ટર પદ પર રહેશે, જ્યાં સુધી આગામી મીટિંગ ન થાય. તે જ સમયે, નવા ચેરમેનની પસંદગી કરવા માટે 13 ઓગસ્ટે SDTT એ એક કમિટી બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો, પરંતુ SRTT ની બેઠક ન થઈ શકવાને કારણે નવા ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા પણ અટકી શકે છે. સવાલ 6. શું મીટિંગ સ્થગિત કરવા અંગે ટાટા સન્સના નિયમોમાં કોઈ સ્પષ્ટતા છે? જવાબ: આર્ટિકલ 87 હેઠળ કોરમ ન હોવા પર મીટિંગ મુલતવી રાખવાની જોગવાઈ છે. જોકે, કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે જો SRTT-SDTT ના સંયુક્ત પ્રતિનિધિ આગળ પણ નિયુક્ત ન થઈ શકે, તો સ્થગિત બેઠકને કેવી રીતે આગળ વધારવામાં આવશે, તેના પર નિયમોમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. સવાલ 7. ટાટા ટ્રસ્ટ્સના બોર્ડમાં છેલ્લા એક વર્ષથી કયા મુદ્દાઓ પર મતભેદ ચાલી રહ્યા છે? જવાબ: છેલ્લા એક વર્ષથી ટ્રસ્ટીઓ વચ્ચે બોર્ડ રિપ્રેઝન્ટેશન, નવા ટ્રસ્ટીઓની નિમણૂક, ટાટા સન્સની સંભવિત લિસ્ટિંગ અને એર ઇન્ડિયા, ટાટા ડિજિટલ અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ જેવા બિઝનેસમાં કેપિટલ એલોકેશનને લઈને મતભેદ રહ્યા છે. આ મતભેદોના કારણે તાજેતરમાં કેટલાક મોટા રાજીનામા થયા છે…