ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં આજે ઘણા બધા બદલાવની સંભાવના:ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રીજી મેચ; સિરાજ 9 મહિના પછી કમબેક કરી શકે

Last Updated: October 3, 2026By

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રીજી વન-ડે બપોરે 2 વાગ્યાથી મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમ, ન્યૂ ચંદીગઢ ખાતે રમાશે. આ મેદાન પર આ પહેલી મેન્સ વન-ડે હશે. ભારતના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. એવામાં મોહમ્મદ સિરાજની 9 મહિના પછી વન-ડે ટીમમાં વાપસી થઈ શકે છે. તેણે છેલ્લી વન-ડે આ જ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. ભારત સિરીઝની શરૂઆતી બંને મેચ જીતી ચૂક્યું છે. ટીમે બંને મેચ 8-8 વિકેટે જીતી હતી. ભારતે વિન્ડીઝ સામે સતત 14મી સિરીઝ જીતી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે સતત 14 બાઇલેટરલ વન-ડે સિરીઝ જીતી છે. આ કોઈ એક ટીમ સામે કોઈપણ ટીમ દ્વારા સતત સૌથી લાંબી દ્વિપક્ષીય સિરીઝ જીતવાનો રેકોર્ડ છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી 13 વન-ડેમાંથી 12 જીતી છે. જ્યારે વેસ્ટ ઇન્ડીઝે છેલ્લી વાર ઑગસ્ટ 2025માં પહેલા બેટિંગ કરતા જીત નોંધાવી હતી. ત્યારબાદ ટીમ 7 વાર ટાર્ગેટને ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી છે. યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે ભારત 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પ્લેઇંગ-11માં ફેરફાર કરી શકે છે. ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલને તક આપવા માટે રોહિત શર્મા અથવા શુભમન ગિલમાંથી કોઈ એકને આરામ આપવામાં આવી શકે છે. કેએલ રાહુલને હજુ સુધી બેટિંગની તક મળી નથી. બેકઅપ વિકેટકીપર ધ્રુવ જુરેલને રમાડવામાં આવે તો ઋતુરાજ ગાયકવાડ બહાર થઈ શકે છે. નમન ધીરને બીજી વન-ડેમાં એન્કલમાં ઇજા થઈ હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને માત્ર ક્રેમ્પ્સ ગણાવ્યો છે. બે મેચમાં 8 સદી, ભારતે 400+ નો ટાર્ગેટ ચેઝ કર્યો સિરીઝની પહેલી બંને મેચ હાઇ-સ્કોરિંગ રહી છે. વેસ્ટ ઇન્ડીઝે પહેલી મેચમાં 295/7 અને બીજીમાં 405/7 નો સ્કોર બનાવ્યો હતો. ભારતે બંને મુકાબલામાં ટાર્ગેટને ચેઝ કરતા જીત નોંધાવી હતી. સિરીઝમાં અત્યાર સુધી કુલ 8 સદી ફટકારવામાં આવી છે, બંને ટીમના બેટર્સે 4-4 સદી બનાવી છે. ન્યૂ ચંદીગઢમાં ચેઝ કરવો સરળ મુલ્લાનપુર ન્યુ ચંડીગઢમાં છેલ્લી લિસ્ટ-A મેચ ડિસેમ્બર 2021માં રમાઈ હતી. અત્યાર સુધીની 5 લિસ્ટ-A મેચમાં 4 વાર ટાર્ગેટને ચેઝ કરનારી ટીમ જીતી છે. નમન ધીરના જણાવ્યા અનુસાર, તેના આંકલનમાં અહીં 290-300 રનનો સ્કોર સારો બની શકે છે. મેચ દરમિયાન બપોરે તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સિરીઝના પાછલા બંને મુકાબલામાં ગરમીના કારણે ખેલાડીઓને મુશ્કેલી પડી હતી. બંને ટીમને અલગ-અલગ શહેરો વચ્ચે આશરે 4,000 કિલોમીટરની મુસાફરી પણ કરવી પડી છે. ગિલ પાસે પોતાનો રેકોર્ડ તોડવાની તક શુભમન ગિલે સિરીઝમાં શાનદાર બેટિંગ કરી છે. આ વર્ષે તે વન-ડેમાં 10 ઇનિંગ્સમાં 894 રન બનાવી ચૂક્યો છે અને 2023માં બનાવેલા પોતાના 1,584 રનના વાર્ષિક રેકોર્ડને તોડવાની સ્થિતિમાં છે. તેની પાસે આ વર્ષે હજુ 9 વધુ વન-ડે રમવાની તક છે. 68 વન-ડે ઇનિંગ્સ પછી ગિલના નામે 3,712 રન, 31 વાર 50+ સ્કોર અને સંયુક્ત રીતે સૌથી વધુ 11 સદી છે. તે હાશિમ અમલાની સાથે આ મામલે બરાબરી પર છે. કુલદીપ યાદવ આ સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. પહેલી વન-ડેમાં તેણે પીચનો ફાયદો ઉઠાવ્યો હતો અને બીજા મુકાબલામાં પણ જૂના બોલથી સારી બોલિંગ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝની બોલિંગ સૌથી મોટી ચિંતા વેસ્ટ ઇન્ડીઝના બોલરોએ પહેલી બે મેચમાં માત્ર 4 વિકેટ લીધી છે અને 706 રન આપ્યા છે. અલ્ઝારી જોસેફ બંને મેચમાં મોંઘો સાબિત થયો છે. જેડન સીલ્સને બીજી મેચમાં શુભમન ગિલે ટાર્ગેટ કર્યો હતો, જ્યારે કીમો પોલ પણ ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. વેસ્ટ ઇન્ડીઝ વિટેલ લોજને વધુ એક તક આપવા અથવા ગુડાકેશ મોતીને પાછો લાવવા પર વિચાર કરી શકે છે. જસ્ટિન ગ્રીવ્સ ઇજાના કારણે ત્રીજી વન-ડેમાંથી બહાર છે. તેની જગ્યાએ કેસી કારર્ટીને ટોપ ઓર્ડરમાં મોકલ્યો હતો. શાઇ હોપ સારા ફોર્મમાં છે અને અમીર જાંગુએ મિડલ ઓર્ડરમાં પ્રભાવ પાડ્યો છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા/યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ/ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નમન ધીર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, જ્વેલ એન્ડ્રુ, શાઇ હોપ (કેપ્ટન-વિકેટકીપર), અમીર જાંગુ, રોસ્ટન ચેઝ, શેરફેન રધરફોર્ડ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, જેડન સીલ્સ અને વિટેલ લોજ.

Leave A Comment