ટીમ ઈન્ડિયા વાવાઝોડાને કારણે પ્રેક્ટિસ કરી શકી નહીં:કાલે જાપાન સામે T-20 મુકાબલો; શ્રેયસ બોલ્યા- અહીંના લોકો મળતાવડા છે
ભારત અને જાપાનના સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે મંગળવારે જાપાનના સાનો શહેરમાં T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. મેચના એક દિવસ પહેલાં વરસાદ અને તોફાની હવામાનને કારણે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી શકી નહોતી. આ ઐતિહાસિક મુકાબલામાં ટીમ ઈન્ડિયાની કમાન શ્રેયસ અય્યર સંભાળશે. આ મુકાબલો તોચિગી પ્રીફેક્ચરના સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ભારતીય ટીમ મેચ પહેલાં જાપાન પહોંચી ચૂકી છે. અય્યરે કહ્યું કે ટીમને જાપાનની પરિસ્થિતિઓ અને પિચ વિશે વધુ જાણકારી નથી, પરંતુ તે મુકાબલા માટે તૈયાર છે. જાપાનના લોકોના વર્તનથી પ્રભાવિત બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પત્રકાર પરિષદ દરમિયાન અય્યરે જાપાનમાં અત્યાર સુધીના અનુભવને સુંદર ગણાવ્યો. અય્યરે કહ્યું, આ ખૂબ જ સુંદર છે. જ્યારે અમે અહીં પહોંચ્યા, ત્યારે લોકો ખૂબ જ મિલનસાર, ઉદાર અને મદદરૂપ જણાયા. આવો વ્યવહાર અમને આપણા ઘરે પણ જોવા મળે છે. તેમણે કહ્યું, અહીંનું આતિથ્ય શાનદાર છે. અત્યારે આ અંગે વધુ કહેવું ઉતાવળભર્યું હશે, પરંતુ મેં જાપાન દેશ અને ટોક્યો શહેર વિશે લોકો પાસેથી ઘણી સારી વાતો સાંભળી છે. તેથી અહીં વધુ ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ભારત પ્રથમ વખત જાપાન સામે રમશે અય્યરે કહ્યું કે જાપાન સામે રમવું તેમના માટે રોમાંચક રહેશે. તેમણે કહ્યું, અમારા માટે આ રોમાંચક અને ઉત્સાહથી ભરપૂર મેચ બનવાની છે. અમે પ્રથમ વખત જાપાન સામે રમીશું. અમને પરિસ્થિતિઓ અને વિકેટ વિશે વધુ જાણકારી નથી. તેમ છતાં અમે શાનદાર મેચ રમવાની રાહ જોઈ રહ્યા છીએ. સ્પોર્ટ 75 પહેલની શરૂઆત થશે આ મેચ ‘સ્પોર્ટ 75’ પહેલનું પ્રથમ પગલું હશે, જે જાપાન અને ભારત વચ્ચે રમતગમતના ક્ષેત્રમાં સહયોગ અને લોકો વચ્ચેના સંપર્કને વધારવા માટે શરૂ કરવામાં આવી છે. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચેની શિખર વાટાઘાટમાં આ પહેલ પર સહમતિ બની હતી. તેમાં ભારતના 2036 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની મહત્ત્વાકાંક્ષાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. જાપાન T-20 ઇન્ટરનેશનલ અને એશિયન ગેમ્સ માટે ભારતની ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઇસ કેપ્ટન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, યશ ઠાકુર અને વિપ્રજ નિગમ.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


