ટીમ ઈન્ડિયા 22 વર્ષથી લોર્ડ્સમાં જીતી નથી:ઇંગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે આજે, સિરીઝ 1-1ની બરાબરી પર

Last Updated: July 18, 2026By

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે આજે લોર્ડ્સમાં રમાશે. બંને ટીમ સિરીઝમાં 1-1ની બરાબરી પર છે. ટીમ ઈન્ડિયા સામે આ મેચમાં 22 વર્ષથી લોર્ડ્સમાં વન-ડે જીતનો દુષ્કાળ ખતમ કરવાની તક હશે. ભારતે લોર્ડ્સમાં છેલ્લી વન-ડે જીત 2004માં મેળવી હતી. ત્યારબાદ રમાયેલી 4 મેચમાં ટીમને 3 હાર મળી, જ્યારે એક મુકાબલો ટાઈ રહ્યો. જોકે, લોર્ડ્સમાં ભારતનો ઓવરઓલ રેકોર્ડ બરાબરીનો છે. ટીમે અહીં 9 વન-ડે રમી છે, જેમાંથી 4માં જીત અને 4માં હાર મળી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે. ભારતે ઇંગ્લેન્ડ સામે 56% વન-ડે જીતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 112 વન-ડે મેચ રમાઈ છે. જેમાંથી ભારતીય ટીમે 62 મેચમાં જીત મેળવી છે, જ્યારે ઇંગ્લેન્ડને 45 મેચમાં સફળતા મળી છે. બંને ટીમ વચ્ચે 2 મુકાબલા ટાઈ રહ્યા છે, જ્યારે 3 મેચનું પરિણામ આવ્યું નથી. ઇંગ્લેન્ડની ધરતી પર બંને ટીમ વચ્ચે કુલ 46 મેચ રમાય છે, જેમાંથી ઇંગ્લેન્ડે 24 અને ભારતે 19 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી છે અને 3 મેચ પરિણામ વિનાની રહી છે. ગિલે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા ભારતીય કેપ્ટન શુભમન ગિલે સિરીઝમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 2 મેચમાં 111 રન બનાવ્યા છે અને તેની બેટિંગ એવરેજ 111.00 રહી છે. ગિલનો બેસ્ટ સ્કોર અણનમ 80 રન છે. કેપ્ટન તરીકે ગિલની બેટિંગ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ટીમને લોર્ડ્સના નિર્ણાયક મેચમાં તેની પાસેથી વધુ એક મોટી ઇનિંગની આશા હશે. ઓલરાઉન્ડર અક્ષર પટેલે પણ સિરીઝમાં બોલથી પ્રભાવ છોડ્યો છે. તેણે 2 મેચમાં 5 વિકેટ ઝડપી છે અને તેની ઇકોનોમી 5.15 રહી છે. જો રૂટ સિરીઝનો ટૉપ સ્કોરર ઇંગ્લેન્ડનો બેટર જો રૂટ સિરીઝમાં બંને ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 2 મેચમાં 175 રન બનાવ્યા છે. ગત મેચમાં તેણે અણનમ 99 રનની ઈનિંગ રમી હતી. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે સિરીઝમાં અત્યાર સુધી 2 મેચમાં 4 વિકેટ લીધી છે. આર્ચરની ગતિ અને શોર્ટ બોલ ભારતીય બેટર્સ માટે પડકાર બની શકે છે. લોર્ડ્સમાં નવા બોલથી જો તેમને મદદ મળશે, તો ભારતીય ટૉપ ઓર્ડર સામે શરૂઆતની ઓવરોમાં મોટી કસોટી થશે. ટીમ ઈન્ડિયામાં ફેરફાર શક્ય પીચ અને વેધર રિપોર્ટ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ માનવામાં આવે છે. જોકે, જો શરૂઆતનો પડકાર પાર કરી લેવામાં આવે તો બેટિંગ સરળ થતી જાય છે. આ મેદાન પર ટાર્ગેટ ચેઝ કરવો સરળ હોય છે. આવી સ્થિતિમાં ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. લોર્ડ્સમાં અત્યાર સુધી 71 વન-ડે રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 35 અને ચેઝ કરનારી ટીમે 33 મુકાબલા જીત્યા છે. જ્યારે 2 મેચ ટાઈ થઈ છે અને 1નું પરિણામ આવી શક્યું નથી. લંડનમાં રવિવારે હવામાન સાફ રહેશે. અહીં મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આશા છે. વરસાદની કોઈ શક્યતા નથી. આવામાં એક સારી મેચ જોવા મળી શકે છે. બન્ને ટીમની પોસિબલ પ્લઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ/ઈશાન કિશન (વિકેટકિપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ગુરનૂર બરાર, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, સાકિબ મહમૂદ, આદિલ રશીદ.

Leave A Comment