ટીવીના કલાકારો મોરેમોરો આવી ગયા, જુઓ VIDEO:કપિલ શર્માની ઓનસ્ક્રિન ફોઈએ 'કહાની ઘર ઘર કી' ફેમ એક્ટરને તતડાવી નાખ્યો

Last Updated: February 3, 2026By

મનોરંજન જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ‘ધ કપિલ શર્મા શો’ ફેમ એક્ટ્રેસ અને સિન્ટા (CINTAA – Cine and TV Artistes’ Association)ના જનરલ સેક્રેટરી ઉપાસના સિંહ અને ‘કહાની ઘર ઘર કી’ ફેમ એક્ટ્રેસ દીપક કાજિર કેજરીવાલ વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ ઘટના પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ના એક કાર્યક્રમ દરમિયાન બની હોવાનું કહેવાય છે. જાહેરમાં શરૂ થઈ બોલાચાલી વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રજાસત્તાક દિવસના ફંક્શનમાં દીપક કાજિર કેજરીવાલ એક્ટ્રેસ ઉપાસના સિંહ પર ગુસ્સે થઈ રહ્યા છે. જ્યારે ઉપાસના માઇક પર પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે દીપક તેમને વચ્ચે જ અટકાવી દે છે. ઉપાસનાએ જ્યારે કહ્યું કે, “સર, હું વાત કરી રહી છું,” ત્યારે દીપકે ગુસ્સામાં જવાબ આપ્યો, “ના, તમે વાત નહીં કરો.” ઉપાસનાએ આ વર્તનને ‘નેગેટિવિટી’ ગણાવ્યું હતું. ધક્કામુક્કી-મારામારી થયાનો દાવો મામલો માત્ર બોલાચાલી સુધી સીમિત રહ્યો ન હતો. ઉપાસના સિંહે કેમેરા સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે- દીપકે કાર્યકારી સમિતિના સભ્ય વિકાસ વર્મા સાથે ધક્કામુક્કી કરી છે અને તેમને થપ્પડો મારી છે. ઉપાસનાએ કહ્યું: હું સિન્ટાની જનરલ સેક્રેટરી છું અને દીપકજી મહિલાઓ સાથે ગેરવર્તન કરી રહ્યા છે. તેમણે અહીં હાજર સભ્યોને ધમકાવ્યા છે અને મારપીટ કરી છે. સામે પક્ષે દીપક કાજિરે પોતે ભૂતકાળમાં વાઈસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા હોવાનું કહીને પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. ‘ભારત માતા કી જય’ના નારા છતાં વિવાદ ન સમ્યો વીડિયોમાં જોવા મળે છે કે ત્યાં હાજર એક વ્યક્તિએ માઇક લઈને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દીપક કાજિરે તેમની પાસેથી પણ માઇક છીનવવાનો પ્રયત્ન કર્યો હતો. સિન્ટાએ લીધી નોંધ પ્રજાસત્તાક દિવસ જેવા પવિત્ર દિવસે કલાકારો વચ્ચે થયેલા આ વિવાદથી ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના લોકો ચિંતિત છે. સિન્ટાએ આ મામલાને ગંભીરતાથી લીધો છે અને તપાસ શરૂ કરી છે કે આટલા મોટા પ્લેટફોર્મ પર આવી ઘટના કેમ બની.

Leave A Comment