ટીવી ઇન્ડસ્ટ્રીની પાર્ટીમાં ડ્રગ્સનું બજેટ બને છે!:'કયોકિં સાસ ભી..' ફેમ નારાયણીએ કહ્યું- 'નશાને કારણે ઘણી વખત શૂટિંગ રદ થયું, મેં પણ બધું ટ્રાય કર્યું છે'

Last Updated: July 25, 2026By

કયોકિં સાસ ભી કભી બહુ થી, કુસુમ અને કોઈ અપના સા જેવા અનેક સુપરહિટ ટીવી શોમાં જોવા મળેલી એક્ટ્રેસ નારાયણી શાસ્ત્રીએ તાજેતરમાં ટીવી ઇન્ડસ્ટ્રી અને કલાકારો દ્વારા નશો કરવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેણે પોતે પણ કબૂલ્યું છે કે તે તમામ પ્રકારના નશા કરી ચૂકી છે. એટલું જ નહીં, એક્ટ્રેસે એવો પણ દાવો કર્યો છે કે ટીવી ઇન્ડસ્ટ્રીની પાર્ટીઓ માટે ડ્રગ્સનું બજેટ બનતું હતું, ઘણીવાર તો શૂટિંગ પણ રદ કરવું પડતું હતું. એક્ટ્રેસ નારાયણી શાસ્ત્રીએ તાજેતરમાં સિદ્ધાર્થ કાનનના પોડકાસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતના મોત વિશે વાત કરી. એક્ટ્રેસે કહ્યું કે ડ્રગ્સ જ એક્ટરના મૃત્યુનું કારણ બન્યું. તેણે કહ્યું- ‘તેમણે આત્મહત્યા શા માટે કરી તે મારી સમજની બહાર છે. પરંતુ મને લાગે છે કે ડ્રગ્સ જ તેનું કારણ છે. પહેલાં અમારી ઇન્ડસ્ટ્રીમાં પાર્ટીનું બજેટ હતું કે દારૂનું કેટલું બજેટ હશે. હવે ડ્રગ્સનું બજેટ હોય છે.’ આગળ એક્ટ્રેસે કહ્યું, ‘તમને તે ગમે કે ન ગમે, પણ હું પોતે પણ જોઈને ચોંકી ગઈ હતી કે ડ્રગ્સનું બજેટ હોય છે. તેથી ઘણા વર્ષોથી મેં પાર્ટી કરવાનું બંધ કરી દીધું છે. હવે એવી પાર્ટીઓ નથી થતી કે ગીત વાગ્યું છે ચાલો ડાન્સ કરીએ, હવે પાર્ટીઓ સંપૂર્ણપણે કંઈક અલગ હોય છે.’ એક્ટ્રેસે દાવો કર્યો છે કે ટીવી ઇન્ડસ્ટ્રીની મોટી પાર્ટીઓમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો ઉપયોગ થતો નથી, પરંતુ નાની પાર્ટીઓમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો ઉપયોગ થાય છે. તેણે કહ્યું- ‘દરેક વ્યક્તિ જાણે છે કે બધા નશો કરે છે. હું વ્યક્તિગત રીતે નથી જાણતી કે કોણ નશો કરે છે, પણ હું એવી જગ્યાએ ગઈ છું, જ્યાં મેં લોકોને ડ્રગ્સ લેતા જોયા છે.’ આગળ એક્ટ્રેસે કહ્યું છે કે, ‘હું સતી સાવિત્રી બનવાનો પ્રયાસ નથી કરી રહી, મેં મારી જિંદગીમાં બધા નશા કર્યા છે. પણ મેં પ્રયોગની જેમ કર્યું છે કે આ કરવાથી શું થાય છે. નહીંતર જો તમે ડ્રગ્સમાં ઘૂસી જાઓ, તો જિંદગીમાં કંઈ કરી શકતા નથી.’ નારાયણીએ આગળ કહ્યું, ‘કોકેઈનની લત લાગી જાય છે. મને લાગે છે કે કોકેઈન ઇન્ડસ્ટ્રીને ખાઈ રહી છે. આ દુનિયાને ખાઈ રહી છે, કારણ કે બધા ડ્રગ્સ કરે છે. હું બહુ ઓછા લોકોને ઓળખું છું જે ડ્રગ્સ નથી કરતા. હું આ બધું નહોતી કરતી, પણ જ્યારે હું આવી જગ્યાએ ગઈ, ત્યારે હું ત્યાંના લોકોને જોઈને આઘાત પામી જતી હતી.’ એક્ટર્સ ઊભા રહેવા લાયક નથી હોતા, શૂટિંગ કેન્સલ થાય છે- નારાયણી જ્યારે આગળ એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે શું કલાકારો સેટ પર કે વેનિટીમાં ડ્રગ્સ લે છે, ત્યારે તેણે કહ્યું, ‘મારે નામ નથી લેવું, પણ આ ઘણું થાય છે. અમારું શૂટ કેન્સલ થયું છે, કારણ કે કલાકારો શૂટ કરવાની સ્થિતિમાં નથી. મોંઘા કલાકારો સેટ પર બેઠા છે, પણ શૂટિંગ નથી થઈ રહ્યું, કારણ કે લોકો ઊભા રહેવા લાયક નથી. મારા છેલ્લા બે શોમાં આવું નથી થયું, પણ પાછલા શોમાં આ ઘણું થયું છે.’ પોતાના વિવાદાસ્પદ નિવેદનમાં નારાયણી શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તે ડ્રગ એડિક્ટ નથી, તેણે બધા નશા ફક્ત ટ્રાય કરવા માટે ઉપયોગ કર્યો હતો. એક્ટ્રેસે સ્પષ્ટતામાં કહ્યું છે કે તેણે પહેલીવાર દારૂ એટલા માટે પીધો, જેથી તેમને ખબર રહે કે જો કોઈ તેમને છુપાઈને દારૂ પીવડાવે તો ખબર હોય કે તેનો સ્વાદ કેવો છે. કોણ છે એક્ટ્રેસ નારાયણી શાસ્ત્રી