ટોરેન્ટ ફાર્માના ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત:મજબૂત બ્રાન્ડેડ બિઝનેસના પ્રદર્શનથી કંપનીના ચોખ્ખા નફામાં 26%નો વધારો; જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્મામાં 48.8% ભાગીદારીના અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ

Last Updated: February 13, 2026By

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“કંપની)એ આજે નાણાંકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી. નાણાંકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરના મુખ્ય અંશોમાં આવક વાર્ષિક ધોરણે 18% વધીને ₹3,303 કરોડ રહી. જ્યારે ઓપરેશનલ EBITDA* આવક વાર્ષિક ધોરણે 19% વધીને ₹1,088 કરોડ રહી. ઓપરેશનલ EBITDA* માર્જિન 33%; ગ્રોસ માર્જિન: 76% ટેક્સ બાદ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 26% ના વધારા સાથે ₹635 કરોડ રહ્યો. પ્રદર્શન સારાંશ : *અસાધારણ બાબતો પહેલાં **અસાધારણ બાબતોમાં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના અધિગ્રહણ સાથે જોડાયેલા નિયમનકારી અને કાનૂની ફાઇલિંગ ફી તથા સંબંધિત અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. વિભાગીય કામગીરી: ભારત : ભારતમાં કંપનીની આવક 14% વધીને ₹1,798 કરોડ રહી. AIOCD ફાર્માટ્રેક સેકન્ડરી માર્કેટ ડેટા મુજબ, ક્વાર્ટર માટે IPM વૃદ્ધિ 10% હતી. કાર્ડિયાક, ગેસ્ટ્રો અને ડાયાબિટીસ (OAD) સેગમેન્ટમાં સારા પ્રદર્શનની મદદથી ક્રોનિક અને સબ-ક્રોનિક થેરાપીમાં IPM કરતાં કંપનીનો વૃદ્ધિદર વધુ રહ્યો. નાણાંકીય વર્ષ 2025-26ના પ્રથમ નવ મહિનામાં કંપનીની આવક 12% વધીને ₹5,430 કરોડ રહી. બ્રાઝિલ : બ્રાઝિલમાં કંપનીની આવક 27% વધીને ₹371 કરોડ રહી. સ્થિર ચલણના આધારે કંપનીની આવક 10% વધીને R$224 મિલિયન રહી. IQVIA મુજબ ટોરેન્ટનો વૃદ્ધિ દર 13%, જ્યારે બજારનો વૃદ્ધિ દર 7% હતો. ટોરેન્ટના 60 ઉત્પાદનોની મંજુરીની અરજી હાલમાં ANVISA સમક્ષ પડતર છે. નાણાંકીય વર્ષ 2025-26ના પ્રથમ નવ મહિનામાં કંપનીની આવક 21% વધીને ₹907 કરોડ રહી. (સ્થિર ચલણ આવક 13% ના વધારા સાથે R$ 564 મિલિયન રહી). અમેરિકા : અમેરિકામાં કંપનીની આવક 19% ના ઘટાડા સાથે ₹321 કરોડ રહી. સ્થિર ચલણ આધારે આવક ગત નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરની તુલનામાં 12% ના વધારા સાથે $36 મિલિયન રહી. નાણાંકીય વર્ષ 2025-26ના પ્રથમ નવ મહિનામાં કંપનીની આવક 21% વધીને ₹967 કરોડ રહી. (સ્થિર ચલણ આવક 16% ના વધારા સાથે $111 મિલિયન રહી). જર્મની : જર્મનીમાં કંપનીની આવક 8% વધીને ₹304 કરોડ રહી. સ્થિર ચલણ આધારે આવક 6% ના ઘટાડા સાથે 29 મિલિયન યુરો રહી. નાણાંકીય વર્ષ 2025-26ના પ્રથમ નવ મહિનામાં કંપનીની આવક 7% વધીને ₹916 કરોડ રહી. (સ્થિર ચલણ આવક 3% ના ઘટાડા સાથે 91 મિલિયન યુરો રહી).