ટ્રમ્પના ટેરિફ પર સુપ્રીમ કોર્ટનો આજે ચુકાદો:જો હાર્યા તો અબજો ડોલર પાછા આપવા પડશે; અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- આપણે બરબાદ થઈ જઈશું
ટ્રમ્પના ટેરિફ લાદવાના અધિકાર અંગે અમેરિકાની સુપ્રીમ કોર્ટ આજે એટલે કે બુધવારે ચુકાદો સંભળાવશે. ભારતીય સમય અનુસાર આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં ચુકાદો આવી શકે છે. આ અંગે ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, ‘જો કોર્ટે તેમના ટેરિફ લાદવાના અધિકારને મર્યાદિત કર્યો, તો અમેરિકાને ટેરિફમાંથી આવેલા અબજો ડોલર પાછા ચૂકવવા પડી શકે છે.’ ખરેખરમાં, અમેરિકાની સુપ્રીમ કોર્ટ ટ્રમ્પના એપ્રિલ 2025ના ગ્લોબલ ટેરિફ સંબંધિત કેસ પર ચુકાદો આપવા જઈ રહી છે. તેમાં એ જોવામાં આવશે કે શું રાષ્ટ્રપતિને ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ આટલા મોટા ટેરિફ લાદવાનો અધિકાર છે કે નહીં. આ કાયદો 1977માં નેશનલ ઈમરજન્સીની પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવ્યો હતો, જે અમુક પરિસ્થિતિઓમાં નેશનલ ઈમરજન્સી દરમિયાન રાષ્ટ્રપતિને આંતરરાષ્ટ્રીય લેણદેણ પર પ્રતિબંધ મૂકવા અથવા નિયંત્રિત કરવાનો અધિકાર આપે છે. ટ્રમ્પનો દાવો છે કે આ ટેરિફથી અમેરિકાને 600 અબજ ડોલરથી વધુ આવક મળી છે, અને તે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવે છે. તેમણે મીડિયા પર કોર્ટને પ્રભાવિત કરવાનો આરોપ પણ લગાવ્યો. ટ્રમ્પે વેપાર ખાધને ઇમરજન્સી ગણાવીને ટેરિફ લગાવ્યો હતો ટ્રમ્પે 1977ના IEEPA કાયદાનો હવાલો આપીને અમેરિકાની વેપાર ખાધને નેશનલ ઇમરજન્સી જાહેર કરી હતી અને મોટાભાગના દેશો પર ટેરિફ લગાવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ સરકાર દ્વારા ટેરિફ લગાવવાના કાયદાકીય આધાર પર સવાલો ઉઠાવ્યા હતા. તે દરમિયાન જજોંએ પૂછ્યું હતું કે શું રાષ્ટ્રપતિને આવા વૈશ્વિક ટેરિફ લગાવવાનો અધિકાર છે. કોર્ટે આ મામલે લાંબી સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે ટ્રમ્પ 150 દિવસ સુધી 15% ટેરિફ લગાવી શકે છે, પરંતુ તેના માટે નક્કર કારણો જોઈએ. ચુકાદામાં કહેવામાં આવ્યું કે IEEPA માં ‘ટેરિફ’ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી અને ન તો તેમાં રાષ્ટ્રપતિના અધિકારો પર કોઈ સ્પષ્ટ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ટ્રમ્પ વિરુદ્ધ 12 રાજ્યોનો કેસ ટ્રમ્પે ગયા વર્ષે એપ્રિલમાં આ ટેરિફની જાહેરાત કરી હતી. આ ટેરિફ વિરુદ્ધ અમેરિકાના ઘણા નાના વેપારીઓ અને 12 રાજ્યોએ કેસ કર્યો છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રપતિએ પોતાની મર્યાદા બહાર જઈને આયાત થતી વસ્તુઓ પર નવા ટેરિફ લગાવ્યા. એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલવેર, ઇલિનોય, મેઇન, મિનેસોટા, નેવાડા, ન્યૂ મેક્સિકો, ન્યૂયોર્ક, ઓરેગોન અને વર્મોન્ટ રાજ્યોએ નાના વેપારીઓ સાથે મળીને ટ્રમ્પ સરકાર વિરુદ્ધ આ કેસ કર્યો છે. નીચલી અદાલતોએ ટેરિફને ગેરકાનૂની ઠેરવ્યા હતા નીચલી અદાલતો (કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ અને ફેડરલ સર્કિટ કોર્ટ) એ ટેરિફને ગેરકાનૂની ઠેરવ્યા હતા. તેમનું માનવું છે કે IEEPA ટેરિફ લગાવવાની આટલી વ્યાપક તાકાત આપતું નથી. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2025માં મૌખિક દલીલો સાંભળી, જ્યાં જજોંએ ટ્રમ્પ વતી રજૂ કરાયેલી દલીલો પર શંકા વ્યક્ત કરી. કોર્ટના 6-3 બહુમતી હોવા છતાં, જસ્ટિસે પૂછ્યું કે શું રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વિના આટલા મોટા પાયે ટેરિફ લગાવી શકે છે, કારણ કે ટેરિફ કરનું સ્વરૂપ છે અને તે સંસદની જવાબદારી છે. ચુકાદો 9 જાન્યુઆરી 2026ના રોજ આવવાની અપેક્ષા હતી, પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યો. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આ વિલંબ ટ્રમ્પ પ્રશાસનની તરફેણમાં જઈ શકે છે, કારણ કે તેનાથી કોર્ટને વધુ વિચારવાનો સમય મળે છે. જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટ્રમ્પ વિરુદ્ધ આવે તો જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ટ્રમ્પની તરફેણમાં આવે છે ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લગાવ્યો છે. તેમાંથી 25% ટેરિફ રશિયન ઓઈલ ખરીદવાને કારણે લગાવવામાં આવ્યો છે. આના કારણે ભારતને અમેરિકામાં પોતાનો સામાન વેચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેની અસર ભારતના નિકાસ પર પડી રહી છે. ભારત ઈચ્છે છે કે તેના પર લગાવવામાં આવેલી કુલ 50% ટેરિફ ઘટાડીને 15% કરવામાં આવે અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર જે વધારાની 25% પેનલ્ટી લગાવવામાં આવી છે, તેને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી આ વાટાઘાટોથી નવા વર્ષમાં કોઈ નક્કર નિર્ણય આવવાની અપેક્ષા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

