ટ્રમ્પે ટેરિફ ઘટાડ્યો, શેરબજારમાં તેજીની શક્યતા:સેન્સેક્સ 1,000 પોઈન્ટ ઉપર ખુલી શકે છે; ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત
ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ ઘટાડવાની જાહેરાત બાદ આજે 3 ફેબ્રુઆરીએ ભારતીય શેરબજારમાં 1,000 પોઈન્ટનો ઉછાળો જોવા મળી શકે છે. સવારે 7 વાગ્યે GIFT નિફ્ટી 3.07% અથવા 772 પોઈન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે જો બજાર ખુલવા સુધી GIFT નિફ્ટીમાં આ જ તેજી જળવાઈ રહે છે, તો સેન્સેક્સ બજેટના દિવસે થયેલી 1,546 પોઈન્ટની ઘટાડાની રિકવરી આજે કરી શકે છે. આ સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાતને કારણે પણ બજારમાં આજે તેજી જોવા મળશે. ટ્રમ્પ બોલ્યા- ભારત સાથે ટ્રેડ ડીલ પર સહમત US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2 ફેબ્રુઆરીએ કહ્યું કે તેઓ ભારત સાથેની ડીલ પર સહમત છે, જેમાં ટેરિફ 25% થી ઘટીને 18% થઈ જશે. ભારત રશિયા પાસેથી ઓઇલની ખરીદી બંધ કરશે અને US પાસેથી વધુ એનર્જી, ટેકનોલોજી અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ ખરીદશે. PM નરેન્દ્ર મોદીના ફોન કોલ પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ટ્રમ્પે 25 એપ્રિલે ભારત પર 25% રેસિપ્રોકલ ટેરિફ અને પછી રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ઓગસ્ટમાં 25% પેનલ્ટીની જાહેરાત કરી હતી. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે ભારત પર માત્ર 18% ટેરિફ જ લાગશે. અમેરિકા રશિયન તેલ ખરીદવાને કારણે લાગેલો 25% ટેરિફ હટાવી દેશે. ટેરિફ ઘટવાથી ભારતને 5 ફાયદા ગઈકાલે બજારમાં તેજી રહી બજેટના એક દિવસ પછી આજે એટલે કે 2 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 943 પોઈન્ટ ચઢીને 81,666ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 262 પોઈન્ટની તેજી રહી. તે 25,088ના સ્તરે બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં તેજી અને 6માં ઘટાડો રહ્યો. નિફ્ટીના ઓટો, FMCG, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં 2% સુધીની તેજી જોવા મળી. જ્યારે IT શેરોમાં વેચવાલી જોવા મળી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

