ટ્રમ્પ સરકારની ડ્રગ્સ કાર્ટેલ પર સર્જિકલ સ્ટ્રાઈક:મધદરિયે ડ્રગ્સની તસ્કરી કરતા જહાજને હવામાં જ ફૂંકી માર્યું, 2 લોકોનાં મોત
અમેરિકી સેનાએ સોમવારે પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં એક શંકાસ્પદ ડ્રગ્સની તસ્કરી કરતા જહાજ પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં બે લોકોના મોત થયા છે. અમેરિકી દક્ષિણી કમાન્ડે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ જહાજ ડ્રગ્સની તસ્કરીના જાણીતા માર્ગો પરથી પસાર થઈ રહ્યું હતું અને નશીલા પદાર્થોની તસ્કરીમાં સામેલ હતું. હુમલા બાદ અમેરિકી સેનાએ અમેરિકી કોસ્ટ ગાર્ડનો સંપર્ક કર્યો અને બચાવ અભિયાન શરૂ કરાવ્યું જેથી જહાજ પરનાં વ્યક્તિઓને બચાવી શકાય. હજુ સુધી જહાજ પર સવાર લોકોની રાષ્ટ્રીયતા કે બચેલા વ્યક્તિને ક્યાં લઈ જવામાં આવ્યા છે, તેની જાણકારી આપવામાં આવી નથી. આ ઘટના ટ્રમ્પ પ્રશાસનની આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલો વિરુદ્ધની ઝડપી અને આક્રમક ઝુંબેશનો એક ભાગ છે. તાજેતરના મહિનાઓમાં અમેરિકી સેનાની આ ઝુંબેશ ઘણી વધી ગઈ છે. જુઓ એર સ્ટ્રાઇકનો વીડિયો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

