તમારો જૂનો ફોન વેચતા પહેલા આટલી બાબતોનું ધ્યાન નહીં રાખો તો મોટી સમસ્યામાં સપડાઈ જશો

Last Updated: January 10, 2026By

જૂનો ફોન વેચતા પહેલા ફક્ત સિમ કાર્ડ કાઢી નાખવું પૂરતું નથી. ડેટા બેકઅપ, એકાઉન્ટ લોગઆઉટ અને ફેક્ટરી રીસેટ જરૂરી છે. થોડી સાવધાની તમને મોટી ડિજિટલ મુશ્કેલીઓથી બચાવી શકે છે. 

પેમેન્ટ એપમાંથી ખાસ લૉગ આઉટ

મોટા ભાગે લોકો હવે કેસ ચુકવણી નથી કરતાં કેમ કે Google Pay અને PhonePe જેવી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશનો તરફથી મળતી સુવિધાઓના કારણે ઓનલાઈન પેમેન્ટ સરળ બન્યું છે અને સાથે સાથે ઢગલાબંધ સમસ્યાઓ પણ લાવ્યું છે. તમારા જૂન ફોનને વેચતા પહેલા આવી કોઈપણ ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશનો જો તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી હોય કે જેનું સીધું કનેક્શન તમારા બેંક સાથે રહેલું છે, તો સૌથી પહેલા ત્યાંથી કાળજી પૂર્વક લૉગ આઉટ ખુબજ જરૂરી છે નહિતર એકાઉન્ટ હેકિંગ અને નાણાકીય નુકસાન પણ થઈ શકે છે.

ગૂગલ ડ્રાઇવ અને ક્લાઉડ સ્ટોરેજ ક્લિયર કરો

મોટે ભાગે લોકો ફોનમાં રહેલા ફોટો અને વિડીયો ડિલિટ કરીને નિરાંતનો અનુભવ કરે છે પણ આ નિરાંત આગળ જઈને મોટુ નડતર બની શકે છે. ફોટો અને વિડીયો ડિલિટ કર્યા પછી પણ જો તમારી જી મેલ લૉગિન ફોનમાં રહી જાય છે તો છેતરપિંડી કરનારાઓ ફાઇલ મેનેજર, ગૂગલ ડ્રાઇવ અને ક્લાઉડ સ્ટોરેજમાંથી તમારો અંગત ડેટા બેકઅપ લઈને ડાઉનલોડ કરી શકે છે અને તમારી સાથે સ્કેમ કરી શકે છે તમને નુકસાન કરી શકે છે.

સોશિયલ મીડિયા લોગ આઉટ કરવું જરૂરી

આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ધરાવતા હોય છે ત્યારે નાણાકીય ફ્રોડની સાથે સાથે સોશિયલ મીડિયા ફ્રોડની ઘટનાઓમાં પણ ધરખમ વધારો પાછલા સમયમાં જોવા મળ્યો છે. એટલા માટે જૂનો ફોન વેચતા પહેલા બેંકિંગ અને શોપિંગ એપ્લિકેશન્સમાંથી લોગ આઉટની સાથે સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી પણ કાળજી પૂર્વકનું લોગ આઉટ ખુબજ જરૂરી સાબિત થઈ જાય છે અન્યથા, પછીથી તમારા નવા ફોનમાં લોગ ઇન કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ફિંગરપ્રિન્ટ, ફેસ લોક અને પાસવર્ડ્સ દૂર કરો.

ઘણા લોકો ફોન વેચતી વખતે સ્ક્રીન લોક ડિસેબલ કરે છે, પરંતુ ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક કાઢી નાખવાનું ભૂલી જાય છે. આ એક મોટી સુરક્ષા ભૂલ સાબિત થઈ શકે છે. ફોનની સેટિંગ્સમાં જઈને તમામ બાયોમેટ્રિક ડેટા, પાસવર્ડ્સ અને પેટર્નને સંપૂર્ણપણે ડિલીટ કરવું મહત્વપૂર્ણ છે. ફોનને ફેક્ટરી રીસેટ કરવો એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. ફેક્ટરી રીસેટ ફોનને સંપૂર્ણપણે નવી સ્થિતિમાં અપડેટ કરે છે.

આ પણ વાંચો: PAN કાર્ડ થઈ જશે બંધ જો આટલું કામ ન કર્યું તો! 5 સરળ સ્ટેપથી ઘરે બેઠા કરીલો આ કામ