'તારા જેવા સાપને પસંદ કરનાર પત્ની પર દયા આવે છે':અમાલના તનિષ્ક બાગચી પર આરોપ- 'યુવતીને લગ્નનું વચન આપી દુર્વ્યવહાર કર્યો, મને CMના નામે ધમકાવ્યો'

Last Updated: July 25, 2026By

‘સૈયારા’ ગીત વિવાદને કારણે સિંગર-કમ્પોઝર તનિષ્ક બાગચી અને અમાલ મલિક વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ ચાલુ છે. હવે અમાલે તનિષ્ક પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. અમાલે દાવો કર્યો છે કે, તનિષ્કે ટિપ્સ મ્યુઝિક કંપનીમાં કામ કરતી એક છોકરી સાથે લગ્નનું વચન આપ્યું અને પછી અબ્યુઝ કરીને છોડી દીધી. એટલું જ નહીં, અમાલે દાવો કર્યો છે કે, તે તેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નામથી ધમકીઓ અપાવી રહ્યો છે. ‘તે છોકરી ગંભીર આઘાત અને ડિપ્રેશનમાં છે’ અમાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર તનિષ્ક બાગચી માટે લખ્યું છે, ‘શું તેં મીટૂનો મામલો દબાવી દીધો? ટિપ્સ મ્યુઝિક કંપનીના એ એન્ડ આર ડિપાર્ટમેન્ટમાં એક છોકરી છે. તેની સાથે લગ્નનું વચન આપીને તેં તેનું શોષણ કર્યું અને પછી તેને છોડી દીધી. આજે તેં કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા. તે મહિલા પર દયા આવે છે, જેણે તારા જેવા સાપને પસંદ કર્યો. તે છોકરી ગંભીર આઘાત અને ડિપ્રેશનમાં છે, અને આ સમાચાર ખૂબ ઝડપથી ફેલાશે.’ ‘હું મારા પર આવું?’ અમાલે આગળ લખ્યું છે, ‘અને કૃપા કરીને દેવેન્દ્ર ફડણવીસનું નામ લઈને મને પરોક્ષ ધમકીઓ આપવાનું બંધ કરો. આ બધું મારી સાથે નહીં ચાલે, છોટે. હું ખોટો નથી, તેથી મને કોઈ વાતનો ડર નથી. તમે મારી સાથે ગંદી લડાઈ કરવા માંગો છો? તો સામે આવો. જે સ્કૂલના તમે પટાવાળા પણ ન બની શક્યા, અમે ત્યાંના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને મ્યુઝિક ટીચર છીએ, બેટા. હવે કોર્ટમાં મળીએ છીએ. જો ખરેખર કંઈ કરવું હોય, તો આવી જાઓ. તનિષ્ક બાગચી, હું મારા પર આવું શું?’ જાણો શું છે આખો વિવાદ? 2025ની ફિલ્મ ‘સૈયારા’ સુપરહિટ થયા પછી સિંગર તનિષ્ક બાગચીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે, તેને ટાઈટલ સોંગ માટે 8 લાખ મળ્યા હતા. ગીત હિટ રહ્યું, પરંતુ તેને તેની રોયલ્ટી મળી નહીં. તનિષ્કનું નિવેદન આવ્યા પછી યશરાજ ફિલ્મ્સ (YRF) એ કહ્યું કે, તમામ ચૂકવણી કોન્ટ્રાક્ટ મુજબ કરવામાં આવી છે, જેના પછી તનિષ્કે પોતાની પોસ્ટ હટાવી દીધી. તનિષ્કની પોસ્ટ પછી અમાલ મલિકે સોશિયલ મીડિયા પર લખ્યું કે, તે 2015થી જ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની ખામીઓ સામે લડી રહ્યો છે અને હવે લોકો 10 વર્ષ મોડા જાગ્યા છે. ત્યારથી જ અમાલ મલિક સતત તનિષ્ક વિરુદ્ધ ઘણી પોસ્ટ શેર કરી રહ્યો છે. એક પોસ્ટમાં અમાલે તનિષ્કને મિસ્ટર રીમિક્સ અને ઓરિજિનલ ગીતો બગાડનાર કહ્યો. શુક્રવારે અમાલે ઘણી પોસ્ટ શેર કરી, જેમાં તેણે તનિષ્ક પર નકલી કેમ્પેઈન ચલાવવાનો આરોપ લગાવતા ખૂબ સંભળાવ્યું. હાલમાં આ વિવાદ પર અત્યાર સુધી તનિષ્ક બાગચી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. તેણે સોશિયલ મીડિયા પર કેટલીક મોટિવેશનલ પોસ્ટ શેર કરી છે. કોણ છે તનિષ્ક બાગચી? વિવાદોમાં રહે છે અમાલ મલિક અમાલ મલિક બોલિવૂડનો લોકપ્રિય સિંગર અને કમ્પોઝર છે. તેના પિતા ડબ્બુ મલિક અને ભાઈ અરમાન મલિક સિંગિંગ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે. તેણે કારકિર્દીની શરૂઆતમાં સલમાન ખાનની ‘જય હો’ અને સોનમ કપૂરની ‘ખૂબસૂરત’ જેવી ફિલ્મોમાં કમ્પોઝિશન કર્યું અને ઘણા હિટ ગીતો આપ્યા. અમાલ મલિકના લોકપ્રિય ગીતો થોડા મહિના પહેલા જ અમાલ મલિકે ભાઈ અરમાન અને પરિવાર સાથે સંબંધ તોડવાની જાહેરાત કરી હતી, જેના કારણે તે ચર્ચામાં આવ્યો હતો. આ પછી તેણે રિયાલિટી શો ‘બિગ બોસ 18’માં ભાગ લીધો, જ્યાં તેણે કાકા અન્નુ મલિક પર ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા.