તાલિબાને ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ મૂક્યો:ચેતવણી આપીને દવાઓ નષ્ટ કરી; મહિલાઓને પ્રેગ્નન્સી અને મિસકેરેજમાં સારવારનો અભાવ
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે મહિલાઓ માટે ગર્ભનિરોધક ગોળીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાની ડોકટરોને ધમકી આપે છે કે જો દવા આપી તો ક્લિનિક બંધ કરાવી દેશે. દેશભરમાં ક્લિનિક્સ પણ બંધ થઈ રહ્યા છે. મહિલાઓને ગર્ભધારણ કે ગર્ભપાતની સારવાર મળી રહી નથી. બદગીસ પ્રાંતની એક ખાનગી ક્લિનિકમાં ચેતવણી આપતા તમામ દવાઓ નષ્ટ કરી દેવામાં આવી. જવજજાન પ્રાંતમાં 30 વર્ષથી ક્લિનિક ચલાવી રહેલા એક ડોક્ટર કહે છે કે, તાલિબાન સત્તામાં આવ્યા પછી ગર્ભનિરોધક ગોળીઓ ઝડપથી ખતમ થઈ રહી છે. અહીં 70માંથી 30 મહિલાઓને તેની જરૂર પડતી હતી, હવે અમે કહી દઈએ છીએ કે અમારી પાસે કંઈ નથી. કંધાર પ્રાંત સહિત ઘણી જગ્યાએ સીધા પુરુષ ડોકટરો પાસેથી સારવાર લેવા પર સખ્તાઈ છે. આ ત્રણ કહાનીઓ, જે આજીવન પીડા વધારી રહી છે ઉંમર 36 વર્ષ, 9 બાળકો: 36 વર્ષની પરવાના હવે પોતાના બાળકોને ઓળખી પણ શકતી નથી. કંધારના ગામમાં પોતાની માતાના ઘરે બેઠેલી, તે ચૂપચાપ હલતી રહે છે. નવ વાર ગર્ભવતી અને છ વાર ગર્ભપાત થઈ ચૂક્યો છે. પતિ અને સાસરિયાંના દબાણમાં પરવાના માનસિક અને શારીરિક રીતે તૂટી ગઈ છે. ઉંમર 42 વર્ષ, 12 બાળકો: કંધારની 42 વર્ષની શકીબા. 12 બાળકોની માતા છે. તેઓ જણાવે છે કે હવે તેમને ઊભા થવું પણ મુશ્કેલ બને છે. હાડકાંમાં દુખાવો રહે છે. પતિ કોઈપણ ગર્ભનિરોધક લેવાની સ્પષ્ટ ના પાડી દે છે. 29 વર્ષની ઉંમરે જ હાલત બદતર : 29 વર્ષની ઝરઘોના ભૂકંપ પછી તંબુમાં રહેવા લાગી હતી. સતત ત્રણ દિવસ શૌચાલય જઈ શકી નહીં. તેમને આંતરડાની સમસ્યા થઈ. ડોકટરોએ ચેતવણી આપી કે હવે જો ગર્ભવતી થઈ, તો જીવ જઈ શકે છે. પરંતુ એક વર્ષ પછી ફરી ગર્ભ રહી ગયો. બાળકને જન્મ આપ્યો. જીવ તો બચી ગયો, પરંતુ હવે રક્તસ્રાવથી પીડાઈ રહી છે. તબીબી સુવિધા નહિવત્, ફંડિંગ પણ મોટી સમસ્યા સંયુક્ત રાષ્ટ્ર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ફંડિંગ ઘટવાને કારણે 440થી વધુ હોસ્પિટલો અને ક્લિનિક્સ બંધ થઈ ગયા. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ ઘણા કલાકો ચાલીને ક્લિનિક સુધી પહોંચે છે. સ્ત્રીઓ ઘરે એકલી જ જન્મ આપે છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી 80% સ્ત્રીઓ કુપોષિત છે. તેમમાં એનિમિયા, વિટામિનની ઉણપ અને લો બ્લડ પ્રેશર છે. આ મોટી પાબંદીઓ:
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

