'દબંગ'ના ડિરેક્ટરને કોર્ટમાંથી મોટો ફટકો:સલમાન ખાન વિરુદ્ધ નિવેદન ન આપવા અભિનવ કશ્યપને આદેશ; માનહાનિ કેસમાં એક્ટરને રાહત

Last Updated: February 1, 2026By

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને તાજેતરમાં માનહાનિના કેસમાં કોર્ટમાંથી મહત્વપૂર્ણ કાનૂની રાહત મળી છે. કોર્ટે ફિલ્મ મેકર અભિનવ કશ્યપ અને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સલમાન ખાન અથવા તેમના પરિવાર વિરુદ્ધ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાથી રોક્યા છે. અભિનવ કશ્યપ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાયો ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, આ આદેશ સલમાન ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજી પર સુનાવણી બાદ આવ્યો છે. વાસ્તવમાં, અભિનવ કશ્યપે ભૂતકાળમાં અનેક ઇન્ટરવ્યુ અને જાહેર નિવેદનોમાં સલમાન ખાન અને તેમના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સલમાન તરફથી આ આરોપોને ‘ખોટા, અપમાનજનક અને અત્યંત માનહાનિકારક’ ગણાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટની કડક ટિપ્પણી કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે, કોઈ વ્યક્તિ કોઈની વિરુદ્ધ અપમાનજનક, બદનક્ષીભરી કે ધમકીભરી ભાષાનો ઉપયોગ કરે.’ સોશિયલ મીડિયા પર પણ રોક કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે, આરોપી પક્ષ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે સાર્વજનિક મંચ પર સલમાન ખાન અને તેમના પરિવાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી નહીં કરે. આ આદેશ ત્યાં સુધી પ્રભાવી રહેશે, જ્યાં સુધી કેસની આગળની સુનાવણી ન થઈ જાય. સલમાન ખાનના આ પગલાને તેની અંગત અને પારિવારિક પ્રતિષ્ઠાના રક્ષણની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યુ છે.

Leave A Comment