દાસ્તાન-એ-લવ જેહાદ!:ભારતની 8.5 કરોડ હિન્દુ દીકરીઓને ફસાવવાનું ભયાનક ષડયંત્ર, 'ધ કેરળ સ્ટોરી 2'નું રૂંવાડા ઊભા કરતું ટીઝર
વર્ષ 2023માં સમગ્ર દેશમાં ચર્ચા જગાડનાર અને બોક્સઓફિસ પર ધૂમ મચાવનાર બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ બાદ હવે તેની સિક્વલનું ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. મેકર્સ વિપુલ અમૃતલાલ શાહ આ વખતે ‘ધ કેરલ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ સાથે પાછા ફર્યા છે, જે સત્ય ઘટનાઓથી પ્રેરિત વધુ હચમચાવી દેતી સ્ટોરીઓને રજૂ કરે છે. ટીઝરમાં શું બતાવવામાં આવ્યું છે?
2:06 મિનિટના ટીઝરમાં ટેગલાઈન છે- ‘હમારી બેટિયાં પ્યાર મેં નહીં પડતીં, વે જાલ મેં ફસતીં હૈં. અબ સહેંગે નહીં….લડેંગે’ નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર કામાખ્યા નારાયણ સિંહના નિર્દેશનમાં બનેલી આ સિક્વલ માત્ર કેરળ પૂરતી મર્યાદિત નથી. આ વખતે વાર્તા મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો સુધી વિસ્તરી છે. ટીઝરમાં ત્રણ મુખ્ય મહિલા પાત્રો પોતાની ભયાનક આપવીતી સંભળાવતા જોવા મળે છે: આ ત્રણેય યુવતીઓના સપના કેવી રીતે મુસ્લિમ યુવકોના પ્રેમમાં પડ્યા બાદ ખૌફનાક વળાંક લે છે અને તે કેવી જાળમાં ફસાય છે, તે આ ફિલ્મનો મુખ્ય વિષય છે. નવી સ્ટારકાસ્ટ પર દાવ
આ વખતે મેકર્સે ફિલ્મના મુખ્ય પાત્રો માટે તદ્દન નવી અને દમદાર સ્ટારકાસ્ટ પર પસંદગી ઉતારી છે. ટીવી અને રીજનલ સિનેમાનો જાણીતો ચહેરો ઉલ્કા ગુપ્તા, લોકપ્રિય એક્ટ્રેસ અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ત્રણેય એક્ટ્રેર્સ ટીઝરમાં ‘અબ સહેંગે નહીં….લડેંગે’ ના નારા સાથે આક્રમક અંદાજમાં દેખાઈ રહી છે. ક્યારે થશે રિલીઝ?
અમરનાથ ઝા અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા લિખિત આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ગીતો જાણીતા ગીતકાર મનોજ મુન્તશિરે લખ્યા છે. ફૂલ ટીઝર જુઓ:- ‘ધ કેરળ સ્ટોરી’ને બે કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળ્યા હતા
‘ધ કેરળ સ્ટોરી’ વર્ષ 2023ની મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સામેલ રહી હતી, જેણે લવ જેહાદ અને ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દાઓને નિર્ભયતાથી ઉઠાવ્યા હતા. ફિલ્મે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી અને બાદમાં તેને બે કેટેગરીમાં નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

