દુબઈમાં એક પછી એક 20 મિનિટમાં 7 રહસ્યમય બ્લાસ્ટ:વિસ્ફોટથી રાત્રે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા; યમનથી મિસાઈલ એટેકની આશંકા

Last Updated: August 5, 2026By

દુબઈના જેબેલ અલી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં વિસ્ફોટો થયા હોવાના રિપોર્ટ્સ આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રાતના અંધારામાં આકાશમાં કાળા ધુમાડા જોઈ શકાય છે. ઇરાનની મિહર (Mehr) ન્યૂઝ એજન્સીએ અમીરાતી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે 20 મિનિટના ગાળામાં ઓછામાં ઓછા સાત વિસ્ફોટો થયા હતા. રિપોર્ટ્સ મુજબ, આ ઘટનાનો વીડિયો શૂટ કરવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વિસ્ફોટનું મૂળ કારણ હજી ખબર પડી નથી છે. ઈરાકી ન્યૂઝ આઉટલેટ્સે એવો દાવો કર્યો છે કે ચાલુ યુએસ-ઈરાન યુદ્ધ વચ્ચે યમનથી સંયુક્ત આરબ અમીરાત (UAE) પર મિસાઈલ હુમલો કર્યો હતો. જોકે, અમીરાતી મીડિયાએ વિસ્ફોટના કારણ અંગે કોઈ અધિકૃત માહિતી પ્રકાશિત કરી નથી. NASAના મત મુજબ વેરહાઉસમાં આગ લાગી બીજી તરફ, NASAના થર્મલ ઈમેજરી સંકેતો દર્શાવે છે કે પોર્ટને અડીને આવેલા એક વેરહાઉસમાં આગ લાગી હતી, જેનો ઉપયોગ ઈંધણના સંગ્રહ અને ટ્રાન્સફર માટે થતો હતો. આ ઘટનામાં થયેલી કોઈ જાનહાની કે નુકસાનના આંકડા તરત જ ઉપલબ્ધ થઈ શકી નથી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં રહેણાંક વિસ્તાર નજીક રાતમાં આકાશમાં કાળો ધુમાડો ઉડતો દેખાઈ રહ્યો હતો. અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન UAE સતત હાઈ એલર્ટ પર રહ્યું છે, કારણ કે ક્ષેત્રમાં US સહયોગીઓ પર તેહરાન દ્વારા કરવામાં આવતા વળતા હુમલાઓનું તે અવારનવાર નિશાન બનતું રહ્યું છે.

Leave A Comment