'ધુરંધર 2'ના પ્રીવ્યુ શોમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા!:ડબિંગની સમસ્યાને લીધે સાઉથમાં શો રદ થયા, મુંબઈ-દિલ્હીમાં લાંબો વિલંબ; ડિરેક્ટર આદિત્ય ધરે માફી માંગી
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ના પેઇડ-પ્રિવ્યૂ શોઝ ઘણી જગ્યાએ રદ થઈ ગયા છે. આ પાછળનું કારણ ડિજિટલ ડિલિવરીમાં આવેલી ટેકનિકલ સમસ્યાઓ જણાવવામાં આવી રહી છે. દક્ષિણ ભારતમાં ડબિંગની સમસ્યાને કારણે શોઝ કેન્સલ થયા છે, જ્યારે દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં પણ કન્ટેન્ટ મોડું પહોંચવાને કારણે શોઝ 30 મિનિટ સુધી મોડા શરૂ થયા છે. ડિરેક્ટર આદિત્ય ધરે આ અવ્યવસ્થા માટે સોશિયલ મીડિયા પર દર્શકોની માફી માંગી છે. ડિરેક્ટર આદિત્ય ધરે માફી માંગી આ દરમિયાન ડિરેક્ટર આદિત્ય ધરે પોતે દર્શકોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો. તેણે અપડેટ આપ્યું કે, ‘ટેકનિકલ અને લોજિસ્ટિકલ ખામીઓને સુધારી લેવામાં આવી છે અને તમિલ-તેલુગુ ભાષાઓના શો આજે રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ જશે.’ તેણે ખાતરી આપી કે, ‘આવતીકાલે એટલે કે 19 માર્ચની મુખ્ય રિલીઝ માટે કન્ટેન્ટ આજે સાંજ સુધીમાં બધી જગ્યાએ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે, જેથી સવારના શો સરળતાથી ચાલી શકે.’ સાઉથમાં ડબિંગની સમસ્યા, રિફંડ પ્રક્રિયા શરૂ હૈદરાબાદ, તમિલનાડુ અને દક્ષિણ ભારતના અન્ય ભાગોમાં નોન-હિન્દી (તમિલ, તેલુગુ વગેરે) પ્રિવ્યૂ શો રદ કરવા પડ્યા છે. થિયેટર માલિકોના મતે, ડબિંગમાં કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ફિલ્મનું કન્ટેન્ટ સમયસર ‘ક્યુબ’ પર અપલોડ થઈ શક્યું નથી. કોયંબતુર અને તિરુપ્પુર જેવા શહેરોમાં સિનેમાઘરોએ શો રદ કરીને દર્શકોને રિફંડ આપવાનું શરૂ કરી દીધું છે. જોકે, કેટલાક સિનેમાઘરોમાં નોન-હિન્દી વર્ઝનની જગ્યાએ હિન્દી વર્ઝનના પ્રિવ્યૂ બતાવવામાં આવી રહ્યા છે, જેથી દર્શકો નિરાશ ન થાય. દિલ્હી-મુંબઈ અને નોઈડામાં પણ અડધા કલાકનો વિલંબ માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ દિલ્હી, નોઈડા, મુંબઈ, પુણે અને અમદાવાદ જેવા મહાનગરોમાં પણ હિન્દી શો શરૂ થવામાં વિલંબ જોવા મળ્યો. નોઈડાના પીવીઆર સુપરપ્લેક્સના મેનેજર અનુસાર, ‘ડિજિટલ કન્ટેન્ટ સિનેમાઘરો સુધી મોડું પહોંચ્યું, જેના કારણે ઘણા શો 30 મિનિટ સુધી મોડા પડ્યા.’ 5 ભાષાઓમાં કાલે થશે પાન-ઈન્ડિયા રિલીઝ ફિલ્મનો પહેલો ભાગ એટલે કે ‘ધુરંધર’ (2025) માત્ર હિન્દીમાં આવ્યો હતો, પરંતુ આ વખતે તેને મોટા પાયે પાન-ઇન્ડિયા લેવલ પર રિલીઝ કરવામાં આવી રહ્યો છે. ‘ધુરંધર 2’ આવતીકાલે 19 માર્ચે હિન્દીની સાથે-સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. પહેલા ભાગને દક્ષિણ ભારતમાં મળેલા જબરદસ્ત પ્રતિસાદ પછી મેકર્સે સિક્વલને આટલી ભાષાઓમાં ડબ કરવાનો નિર્ણય લીધો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

