‘ધુરંધર 2’ના શૂટિંગને લઈ વિવાદ!:મુંબઈના હાઈ સિક્યોરિટી વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાવાયું, સંજય દત્તનો સીન સૂટ કરતા સીન થઈ ગયો; FIR નોંધાઈ
‘ધુરંધર 2’ના લોકેશન મેનેજર વિરુદ્ધ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે ડ્રોન દ્વારા ફિલ્મનું શૂટિંગ પરવાનગી વગર સાઉથ મુંબઈના હાઈ સિક્યુરિટી વિસ્તારમાં કરવામાં આવી રહ્યું હતું. ફિલ્મના લોકેશન મેનેજર રિંકુ રાજપાલ વાલ્મિકી વિરુદ્ધ 1 ફેબ્રુઆરીના રોજ મુંબઈના MRA માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 233 (કાનૂની આદેશોની જાણી જોઈને અવહેલના) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે ફિલ્મના એક ભાગનું શૂટિંગ સાઉથ મુંબઈના હાઈ સિક્યુરિટી ફોર્ટ વિસ્તારમાં થઈ રહ્યું હતું. શૂટિંગ દરમિયાન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તે વિસ્તારમાં પ્રતિબંધિત છે. ડ્રોનના ઉપયોગ માટે ટીમ દ્વારા ઓથોરિટી પાસેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી. ફરિયાદી અનુસાર, ફિલ્મ ‘ધુરંધર 2’નું શૂટિંગ જાન્યુઆરીના અંતથી તે લોકેશન પર ચાલી રહ્યું હતું. 1 ફેબ્રુઆરીના રોજ સંજય દત્ત સહિતની આખી ટીમ લોકેશન પર એકઠી થઈ, ત્યારબાદ ડ્રોનનો ઉપયોગ થયો. આ શૂટિંગનો ત્રીજો દિવસ હતો. ડ્રોનનો ઉપયોગ થતો જોઈને ઓથોરિટીએ પોલીસ ફરિયાદ કરી, ત્યારબાદ શૂટિંગ રોકવામાં આવ્યું. સાઉથ મુંબઈમાં પાકિસ્તાનનો સેટ લાગ્યો 30 જાન્યુઆરીના રોજ ફિલ્મ ધુરંધરની પ્રોડક્શન ટીમે કિલ્લાને પાકિસ્તાનની જૂની ગલીની જેમ તૈયાર કર્યો હતો. શરૂઆતમાં ભીડ ઓછી હતી, પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ ત્યાં ભારે ભીડ જમા થઈ ગઈ. ફરિયાદ મળ્યા બાદ લોકેશન મેનેજર રિંકુ રાજપાલને નોટિસ જારી કરીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમને પ્રાથમિક તપાસ બાદ છોડી દેવામાં આવ્યા છે, જોકે, તેમની વિરુદ્ધ FIR હજુ પણ કાયમ છે. તાજેતરમાં, ફિલ્મના સેટ પરથી કેટલાક ફોટો લીક થયા હતા. તેમાં અર્જુન રામપાલ અને સંજય દત્તની ઝલક દેખાઈ હતી. કેટલાક દ્રશ્યો એક રિક્રિએટેડ પાકિસ્તાની શહેરમાં શૂટ કરવામાં આવી રહ્યા હતા. અહેવાલો અનુસાર, આ દ્રશ્યનો સેટ મુંબઈમાં બનાવવામાં આવ્યો હતો. ડ્રોન વિવાદ આ દ્રશ્યથી ઉદ્ભવ્યો હતો કે કેમ તે સ્પષ્ટ નથી. ફિલ્મ ધુરંધર ના નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની આસપાસના વિવાદ પર કોઈ ટિપ્પણી કરી નથી. બીજો ભાગ 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ધુરંધર 2 નું ટીઝર મંગળવારે રિલીઝ થયું હતું. જોકે, તેને જોયા પછી વપરાશકર્તાઓ નારાજ થયા હોવાના અહેવાલ છે. તેમનો દાવો છે કે નિર્માતાઓએ પહેલા ભાગનું ક્લાઈમેક્સ ટીઝર શેર કર્યું છે. ‘ધુરંધર 2’નું ટીઝર રિલીઝ
‘ધુરંધર’ની સફળતા પછી ‘ધુરંધર 2’, 19 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટીઝર 3 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મનો ક્લેશ KGF સ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ સાથે થવાની છે. જુઓ ફુલ ટીઝર:
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

