નાણામંત્રીએ તમિલનાડુની કાંજીવરમ સિલ્ક સાડી પહેરી:2 મહિના પછી ચૂંટણી; બગાસા ખાતા રહ્યા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી; બજેટ 2026 મોમેન્ટ્સ

Last Updated: February 4, 2026By

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવમી વખત બજેટ રજૂ કર્યું. તેમણે તમિલનાડુની કાંજીવરમ સાડી પહેરી હતી. ટેબ્લેટ દ્વારા નાણામંત્રીએ 85 મિનિટ સુધી 53.47 લાખ કરોડના બજેટની એક-એક વાત રજૂ કરી. સીતારમણની પાછળ બેઠેલા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી ઘણી વખત બગાસા ખાતા જોવા મળ્યા. બીજી તરફ બજેટમાં કેરળનો ઉલ્લેખ ન થવા પર સંસદમાં હંગામો થયો. સૌથી પહેલા આ વખતના બજેટ મોમેન્ટ્સ નાણામંત્રીએ મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યો માટે 7 હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની જાહેરાત કરી, તો વિપક્ષી સાંસદોએ કેરળનો ઉલ્લેખ ન થવા પર અવાજ ઉઠાવ્યો અને સવાલો કર્યા. 9 બજેટ ડે પર નાણામંત્રીનો પહેરવેશ હવે પાછલા બજેટના ટોપ મોમેન્ટ્સ, જે ચર્ચામાં રહ્યા… પહેલું બજેટ-2019 પહેલીવાર ખાતાવહી લાવ્યા, ઇકોનોમીના લક્ષ્ય સાથે શેર વાંચ્યો બજેટમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખતા નાણામંત્રીએ શાયર મંજૂર હાશમીનો શેર વાંચ્યો- ‘યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ લેકર ભી ચિરાગ ચલતા હૈ.’ બીજું બજેટ-2020: સૌથી લાંબું ભાષણ આપ્યું, તબિયત બગડી ત્રીજું બજેટ-2021: પહેલીવાર પેપરલેસ બજેટ, રાહુલ માથું પકડતા દેખાયા નાણામંત્રીએ ત્રીજું બજેટ ભાષણ કોરોના મહામારી દરમિયાન આપ્યું. તેમણે પહેલીવાર પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ્સને બદલે ટેબ્લેટ પર બજેટ રજૂ કર્યું. ભાષણની શરૂઆતમાં મહામારી અને લોકડાઉનનો ઉલ્લેખ કરતા તેમણે રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓ વાંચી, ‘ઉમ્મીદ એક એવો પક્ષી છે, જે પ્રકાશને અનુભવે છે અને અંધારામાં પણ ચહચહાટ કરે છે.’ ચોથું બજેટ-2022 ભાષણમાં મહાભારતનો ઉલ્લેખ, કોવિડના નિયમો તૂટ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણે 92 મિનિટનું બજેટ ભાષણ આપ્યું. ડાયરેક્ટ ટેક્સની જાહેરાત પહેલા તેમણે મહાભારતના શાંતિ પર્વના 11માં શ્લોકનો ઉલ્લેખ કર્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે રાજાએ લોકોના યોગક્ષેમ માટે, એટલે કે તેમના કલ્યાણ માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. પાંચમું બજેટ-2023 ભૂલથી શબ્દ વાંચ્યો તો સોરી-સોરી કહેવા લાગ્યા, સદનમાં હાસ્ય છવાયું નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં જ્યારે સ્ક્રેપ પોલિસી વિશે જણાવી રહ્યા હતા, ત્યારે તેઓ ઓલ્ડ પોલ્યુટેડ વ્હીકલને ઓલ્ડ પોલિટિકલ વ્હીકલ કહી ગયા. આ સાંભળી બધા હસી પડ્યા. હસતા હસતા નિર્મલા બોલ્યા- સોરી…સોરી, ઓલ્ડ પોલ્યુટેડ વ્હીકલ્સને હટાવીશું. છઠ્ઠું બજેટ- ફેબ્રુઆરી 2024 રાષ્ટ્રપતિએ દહીં-ખાંડ ખવડાવ્યા, નવી સંસદમાં પહેલું બજેટ નવી સંસદમાં પહેલીવાર બજેટ રજૂ થયું. 56 મિનિટના બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે પીએમ સૂર્યોદય યોજના વિશે જણાવતા અયોધ્યાના રામ મંદિરનો ઉલ્લેખ કર્યો. ત્યારે સદનમાં તાળીઓ ગુંજવા લાગી. સાતમું બજેટ- જુલાઈ 2024 બિહાર માટે જાહેરાત થઈ, તો વિપક્ષ સવાલ કરવા લાગ્યો નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે બિહાર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાહેરાત કરી તો વિપક્ષી સાંસદોએ હોબાળો કર્યો. કોંગ્રેસ સાંસદ હિબી ઇડને પૂછ્યું કે કેરળ માટે શું આપ્યું? DMK સાંસદ દયાનિધિ મારને સવાલ ઉઠાવ્યો કે તમિલનાડુનું શું થશે? સદનમાં શોરબકોર થવા લાગ્યો. આઠમું બજેટ-2025: ભાષણ દરમિયાન 5 વાર પાણી પીધું, વિપક્ષનો વોકઆઉટ બજેટ ભાષણ શરૂ થતા જ SP ચીફ અખિલેશ યાદવ સહિત વિપક્ષી સાંસદો વિરોધ કરવા લાગ્યા. નારાબાજી વચ્ચે નાણામંત્રી નિર્મલાએ બજેટ ભાષણ શરૂ કર્યું. સ્પીકર ઓમ બિરલાએ અખિલેશને શાંત રહેવા કહ્યું. થોડીવાર પછી અખિલેશ સહિત અનેક વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કરી દીધું.

Leave A Comment