નાણા રાજ્ય મંત્રીએ સંસદમાં કહ્યું:બિઝનેસ માટે લોન લેતી મહિલાઓની સંખ્યા 5 વર્ષમાં બમણી થઈ
મહિલાઓ હવે નાના બિઝનેસ માટે વધુ લોન લઈ રહી છે. 5 વર્ષમાં સંખ્યા ડબલ થઈ ગઈ છે. રિટેલ લોન લેનારી મહિલાઓ 2.14 ગણી અને નાના અને મધ્યમ વ્યવસાયો (MSME) માટે લોન લેનારી 2.62 ગણી વધી છે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમમાં મહિલાઓની ભાગીદારી 82% છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે મહિલાઓના નાના વ્યવસાયો પર મુદ્રા યોજનાની અસર જાણવા માટે બે અલગ-અલગ અભ્યાસ કરાવવામાં આવ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના 2018ના રાષ્ટ્રીય સર્વે અનુસાર, 2015 થી 2018 દરમિયાન મુદ્રા યોજનાથી લગભગ 1.12 કરોડ વધારાની રોજગારીનું સર્જન થયું. ઉત્તર અને પૂર્વ ભારતના રાજ્યોમાં વધુ માંગ રાજ્ય- ખાતા બિહાર-4.98 કરોડ તમિલનાડુ- 3.88 કરોડ ઉત્તર પ્રદેશ – 3.57 કરોડ પ. બંગાળ-3.54 કરોડ મહારાષ્ટ્ર-3.50 કરોડ સરકારી યોજનાઓમાં હવે 80% સુધી હિસ્સો જીવન જ્યોતિ વીમા- 54% સુરક્ષા વીમા- 51% સ્ટેન્ડ-અપ ઇન્ડિયા- 82% મુદ્રા યોજના- 67% 2.7 કરોડ મહિલાઓ ક્રેડિટ સ્કોર ટ્રેક કરી રહી છે બિઝનેસ લોનમાં 9 ટકાથી વધીને 16 ટકા: મહિલાઓ હવે માત્ર વ્યક્તિગત જરૂરિયાતો પૂરતી મર્યાદિત નથી. બિઝનેસ લોનના ક્ષેત્રમાં તેમનો હિસ્સો 9 ટકા (2019) થી વધીને હવે 16 ટકા (ડિસેમ્બર 2024) થઈ ગયો છે. ક્રેડિટ સ્કોરને લઈને સજાગ: મહિલાઓ નાણાકીય સ્વાસ્થ્યને લઈને પહેલા કરતા વધુ જાગૃત છે. હાલમાં લગભગ 2.7 કરોડ મહિલાઓ પોતાનો ક્રેડિટ સ્કોર ટ્રેક કરી રહી છે. 2023ની સરખામણીમાં 42 ટકાનો વધારો. – મહિલાઓ લોન લેતા પહેલા નાણાકીય પ્રોફાઇલને સુધારવા પર ધ્યાન આપી રહી છે, જેથી સરળ શરતો પર લોન મળી શકે. – મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, યુપી અને તેલંગાણા જેવા રાજ્યોએ મહિલાઓમાં ક્રેડિટ સશક્તિકરણને ખૂબ જ ઝડપથી અપનાવ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

