નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ 'મારણ'નું ટ્રેલર રિલીઝ:31 જુલાઈથી થિયેટરોમાં ગુંજશે, યશ સોની અને દીક્ષા જોશીની જોડી
ગુજરાતી સિનેમા માટે ગૌરવની ક્ષણ સમાન અને 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર તાજેતરમાં ફરી રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા હતી. હવે આ આતુરતાનો અંત આવ્યો છે અને 31 જુલાઈ, 2026ના રોજ સમગ્ર ગુજરાતના થિયેટરોમાં રી-રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફિલ્મ ‘મારણ’ના ખાસ પોસ્ટર અને રિલીઝ ડેટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરવા બદલ ફિલ્મની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાતી સિનેમાના આ અર્થપૂર્ણ પ્રયાસની સરાહના કરી હતી. ‘સિનેમેન’નું બેનર અને અભિષેક જૈનનું દિગ્દર્શન ‘કેવી રીતે જઈશ’, ‘બે યાર’ અને ‘રોંગ સાઈડ રાજુ’ જેવી ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારી ફિલ્મો બનાવનાર જાણીતા પ્રોડક્શન હાઉસ ‘સિનેમેન પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મનું ડિરેક્શન અભિષેક જૈન દ્વારા કરવામાં આવ્યું છે. શું છે ફિલ્મની ખાસિયત? આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહેતા સમાજના ઊંડા પાસાઓ, વાસ્તવિક સંબંધો અને જીવનના કઠિન નિર્ણયોને સચોટ રીતે રજૂ કરે છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર યશ સોની અને એક્ટ્રેસ દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં જ બંનેની સ્ક્રીન કેમિસ્ટ્રી અને એક્ટિંગે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. મુખ્ય કલાકારો સિવાય સુહદ ગોસ્વામી, તર્જની ભાડલા અને અભિનય બેંકર જેવા અનુભવી કલાકારોએ મહત્વના પાત્રો ભજવીને વાર્તામાં પ્રાણ પૂરો છે. ફિલ્મની વાર્તા જ એનું સૌથી મોટું પાસું છે. કોઈપણ પરંપરાગત ‘મુખ્ય પાત્ર’ વગર પણ આવી અદભુત વાર્તા રજૂ કરી શકાય તે બાબતે દર્શકો અને વિવેચકોમાં ભારે આશ્ચર્ય અને ઉત્સુકતા જગાવી છે. જુઓ ટ્રેલર:-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

