'પરવાનગી નથી જોઈતી, હું CM સાહેબ સાથે વાત કરી લઈશ':'મહાકુંભ ગર્લ'ની ફિલ્મના ટ્રેલર લોન્ચ મામલે વિવાદ, પ્રશાસને ઇવેન્ટ રોકી, તો ડિરેક્ટરે કહ્યું, હું આતંકવાદી છું?

Last Updated: February 10, 2026By

મહાકુંભમાં વાઈરલ ગર્લ મોનાલિસા પોતાની ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’નું ટ્રેલર આજે પ્રયાગરાજ માઘ મેળામાં લોન્ચ કરશે, પરંતુ માઘ મેળા પ્રશાસને ફિલ્મના ટ્રેલરના લોન્ચિંગની પરવાનગી આપી નથી. પ્રશાસને કહ્યું, પોલીસ વિભાગનો જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ અત્યંત ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમને પરવાનગી મળી શકશે નહીં. 15 ફેબ્રુઆરી પછી ભીડ ઓછી થશે ત્યારે તમને પરવાનગી મળી જશે. ફિલ્મ-ડિરેક્ટર સનોજ મિશ્રાએ કહ્યું- કોઈ વાંધો નહીં, મારે પરવાનગી નથી જોઈતી. હું કાલે સીએમ સાહેબ સાથે વાત કરીશ. મારા વિરુદ્ધ કયો રિપોર્ટ આવ્યો છે. શું હું આતંકવાદી છું. હું દેશ માટે કામ કરી રહ્યો છું. સનાતન ધર્મ માટે કામ કરી રહ્યો છું. આ તો ખૂબ ખોટું છે. મોનાલિસાએ વીડિયો જાહેર કર્યો, બોલી- 10 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ આવી રહી છું મહાકુંભમાં ચર્ચામાં આવેલી મોનાલિસાએ એક દિવસ પહેલાં પોતાનો વીડિયો જાહેર કરીને કહ્યું- આજે હું પ્રયાગરાજ આવી રહી છું. ફિલ્મના ટ્રેલરના લોન્ચિંગ મારા માટે કોઈ સપનાથી ઓછું નથી. એક વર્ષ પહેલાં ગંગા મૈયા અને આપ સૌના આશીર્વાદથી હું અહીં સુધી આવી છું. આપ સૌ પોતાનો પ્રેમ અને આશીર્વાદ જાળવી રાખજો. ફિલ્મ-ડિરેક્ટર બોલ્યા, હું સનાતન માટે કામ કરી રહ્યો છું
‘ધ ડાયરી ઓફ મણિપુર’ ફિલ્મના ડિરેક્ટર સનોજ મિશ્રાએ કહ્યું, મેં જે કેમ્પસ પસંદ કર્યું છે ત્યાં 2થી વધુ માણસો નહીં મળે. ફક્ત મીડિયાના લોકો આવશે. 50થી વધુ માણસો નહીં આવે. હું તો એટલા માટે આવી રહ્યો છું કે મેં એક વર્ષ પહેલાં અહીંથી જ શરૂઆત કરી હતી. એક બંજારણ છોકરીને તાલીમ આપીને ફિલ્મમાં લાવ્યો છું. મને 15 ફેબ્રુઆરી પછી પરવાનગી મળશે તો હું દુબઈમાં પ્રોગ્રામ કરી લઈશ. અહીં તો બધું જ ઊખડી ગયું છે. ઘણા શ્રદ્ધાળુઓ જઈ ચૂક્યા છે. મને પરવાનગી ન મળવી એ દુર્ભાગ્યપૂર્ણ છે. મારી ટીમની ટિકિટ થઈ ચૂકી છે. આ કોના કારણે થઈ રહ્યું છે એ મને નથી ખબર. કોણ છે ‘બ્રાઉન બ્યૂટી’ મોનાલિસા? મહાકુંભમાં પોતાની સાદગી અને સુંદરતાને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી મોનાલિસા મૂળ મધ્યપ્રદેશની રહેવાસી છે. મહાકુંભના મેળામાં તે શ્રદ્ધાળુઓને માળા વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી, પરંતુ ત્યારે જ કોઈ યુટ્યૂબરે તેનો વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર મૂક્યો અને તે રાતોરાત ‘બ્રાઉન બ્યૂટી’ તરીકે પ્રખ્યાત થઈ ગઈ હતી. એટલું નહીં, તેને ફિલ્મ- ડિરેક્ટર સનોજ મિશ્રાની ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં કામ પણ મળ્યું અને તેનું જીવન બદલાઈ ગયું. મોનાલિસાની જૂની 3 તસવીર જુઓ ફિલ્મમાં આવ્યા પછીનું ટ્રાન્સફોર્મેશન-