પાકિસ્તાનની ટ્રાઇ-સિરીઝમાંથી બહાર જોસ બટલર:હેમસ્ટ્રિંગની ઈજાને કારણે નહીં જાય, શ્રીલંકા સામેની હેડિંગ્લે વન-ડેમાં ઈજા થઈ હતી

Last Updated: September 30, 2026By

ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટર જોસ બટલર પાકિસ્તાનમાં યોજાનારી ટ્રાઈ-સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે. આ સિરીઝ ઓક્ટોબરમાં ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. બટલર રિકવરી માટે ઇંગ્લેન્ડમાં રહેશે. તેની ગેરહાજરીમાં જોર્ડન કૉક્સને વિકેટકીપિંગની જવાબદારી મળી શકે છે. શ્રીલંકા સામેની મેચમાં થઈ હતી ઈજા બટલરને ગયા અઠવાડિયે હેડિંગ્લે ખાતે શ્રીલંકા સામેની વન-ડે દરમિયાન હેમસ્ટ્રિંગમાં તકલીફ થઈ હતી. દુખાવો હોવા છતાં તે બાદમાં બેટિંગ કરવા માટે મેદાન પર પાછો ફર્યો હતો. આ પછી ધ ઓવલ ખાતે શ્રીલંકા સામેની મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડે આ મુકાબલો 223 રને જીત્યો હતો. મેકુલમે કહ્યું- બટલરનું ન હોવું નિરાશાજનક ઈંગ્લેન્ડના લિમિટેડ ઓવર્સના કોચ બ્રેન્ડન મેકુલમે બટલર પાકિસ્તાન નહીં જાય તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બટલર જલદી કમબેક કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. જોકે, તેની વાપસીમાં કેટલો સમય લાગશે, તે હજુ સ્પષ્ટ નથી. મેકુલમે કહ્યું કે ટીમમાં બટલરનું ન હોવું નિરાશાજનક છે. સાથે જ, તેનાથી અન્ય ખેલાડીઓને પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળશે. વ્હાઇટ-બોલ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા ઈજાગ્રસ્ત થતાં પહેલાં બટલરે મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે આ જ મહિને વન-ડે અને T20 ઇન્ટરનેશનલને મળીને 10 હજાર વ્હાઇટ-બોલ રન પૂરા કર્યા હતા. તે આ સિદ્ધિ હાંસલ કરનાર ઇંગ્લેન્ડનો પહેલો બેટર બન્યો. કૉક્સને વિકેટકીપિંગની તક બટલરની ગેરહાજરીમાં જોર્ડન કૉક્સને વિકેટકીપિંગની જવાબદારી મળી શકે છે. તેણે ધ ઓવલ ખાતે શ્રીલંકા સામેની વન-ડેખી ઇંગ્લેન્ડની ટીમમાં કમબેક કર્યું હતું. કૉક્સે 2024 પછી પહેલીવાર ઇંગ્લેન્ડની વન-ડે ટીમમાં સ્થાન મેળવ્યું છે. હવે બટલર બહાર હોવાથી તેને સતત તકો મળવાની શક્યતા છે. ટ્રાઇ-સિરીઝમાં ઇંગ્લેન્ડની ચાર મેચ પાકિસ્તાનમાં યોજાનારી ટ્રાઇ-સિરીઝમાં ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ રમશે. ઇંગ્લેન્ડે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે 2-2 મેચ રમવાની છે. ત્યારબાદ ટોચની ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.

Leave A Comment